Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં બે દિવસથી લાપત્તા બનેલા આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળ્યો: અરેરાટી

the-body-of-a-promising-young-man-found-missing-in-jamnagar-for-two-days-arariaty

રિલાયન્સમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો યુવાન ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ લહેર તળાવમાંથી લાશ મળતા અનેક તર્ક-વિતર્ક

જામનગર:-જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાંથી બે દિવસ પૂર્વે ગૂમ થયેલ આશાસ્પદ ભાનુશાળી યુવાનનો આજે વહેલી સવારે કબીર લહેર તળાવમાંથી મૃતદેહ મળી આવતાં  તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે. જો કે, પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવતાં ભાનુશાળી સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

મળતી વિગતો મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા આશિષ લેખરાજ મંગે નામનો યુવાન તા. 3-4ના રોજ સાંજે સાત કલાકેથી ઘરેથી ચાલ્યો ગયો  જાણ પોલીસને કરવામાં આવી હતી.

બીજી તરફ પ્રોબેશનલ ડીવાયએસપી દેસાઇની રાહબરી હેઠળ એલસીબીના સ્ફાટે લોકેશન આધારે તપાસ કરી હતી, દરમિયાન ફાયર બ્રીગેડના કે.કે.બીશ્નોઇ અને  તેમની ટૂકડીએ લેહર તળવામાં તપાસ કરતા તેમાંથી લાશ મળી આવી હતી.

વધુ વિગતો મુજબ આ મૃતદેહ આશિષ લેખરાજ મંગે નામના આશાસ્પદ યુવાનનો હોવાનું પ્રાથમિક તપાસમાં  મળે છે. આશિષ રિલાયન્સમાં એન્જીનિયર તરિકે ફરજ બજાવતો હતો.

તેની હોન્ડા બાઇક પણ ગોરધનપર પાટીયા પાસેથી મળી આવી હતી હાલમાં પોલીસ દ્વારા આ બનાવ અંગે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસના ઠેર-ઠેર વ્યાપક દરોડા

Nawanagar Time

જામનગરમાં સાદગીથી ઇદ-ઉલ-અઝહા ઉજવણી

Nawanagar Time

પાણી ભરેલા ખાડાને કારણે રોગચાળો વકર્યો

Nawanagar Time

Leave a Comment