Nawanagar Time
બિઝનેસ

બોમ્બે હાઈકોર્ટે માલ્યાને પૂછ્યું- કેસનો સામનો કરવા માટે કયારે આવશે

the-bombay-high-court-asked-mallya-when-will-it-come-to-face-the-case

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે ભાગેડું શરાબ કારોબારી વિજય માલ્યાને પૂછ્યું કે તે કાયદાકીય કાર્યવાહીમાં સામેલ થવા માટે ભારત કયારે પરત આવશે. વિશેષ કોર્ટે 5 જાન્યુઆરીએ માલ્યાને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. માલ્યાએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી.

  • વિશેષ કોર્ટે માલ્યાને ભાગેડું જાહેર કર્યો હતો, તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી
  • હાઈકોર્ટ કહ્યું- જેવા કાયદાકીય કાર્યવાહીમાં સામેલ થશો, ભાગેડુંનો ટેગ નીકળી જશે
  • ભારતમાં 9,000 કરોડ રૂપિયાની લોનનો ડિફોલ્ટર માલ્યા બ્રિટનમાં રહે છે

માલ્યાના વકીલે ભાગોડું આર્થિક અપરાધી કાયદાને સખ્ત ગણાવ્યો છે

  1. મામલાની સુનાવણી દરમિયાન શુક્રવારે માલ્યાના વકીલે જસ્ટિસ ઈન્દ્રજીત મહંતી અને સારંગ કોટવાલની સામે કહ્યું કે ભાગેડું જાહેર કરી માલ્યાની સંપતિઓ જપ્ત કરવાની પરવાનગી આપવી તે લેણદારોના હિતની વિરુદ્ધ છે. માલ્યા પોતે બેન્કોને પૈસા પરત કરવાનું કહી ચુક્યા છે.
  2. ભાગેડું આર્થિક અપરાધી કાયદાને સખ્ત અને ખોટો ગણાવીને માલ્યાના વકીલે કહ્યું કે તે કેન્દ્રને તમામ વસ્તુઓ જપ્ત કરવાની પરવાનગી આપે છે. પછી તે સંપતિ ગુના સાથે જોડાયેલા પૈસાથી ખરીદવામાં આવી હોય કે ન ખરીદવામાં આવી હોય.
  3. વકીલે કહ્યું કે માલ્યા તો પરત ફરવા માંગે છે પરંતુ બ્રિટશ કોર્ટે વગર પરવાનગીએ તેમને દેશ છોડવા બાબતે પ્રતિબંધ મૂક્યો છે. તેની પર કોર્ટે કહ્યું કે તે માત્ર રક્ષાત્મક આદેશ હતો. કારણ કે માલ્યાએ તેના પ્રત્યાર્પણની કાર્યવાહીને પડકારી હતી.
  4. ન્યાયાધીશોએ સવાલ કર્યો કે તમે પોતે પરત ફરી શકો છો. શું તમે ઈંગ્લેન્ડની કોર્ટમાં જઈને કીધું છે કે તમે ભારત જઈને કાર્યવાહીનો સામનો કરવા માંગો છો ?

Related posts

જાણો કે ઓનલાઈન બેંક વ્યવહારમાં છેતરપિંડીના કિસ્સામાં બેંકોની કેટલી જવાબદારી?

Nawanagar Time

લગ્ન પ્રસંગના વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રેતાઓની કમર તોડી નાખતો કોરોના

Nawanagar Time

જામનગરમાં બ્રાસ પાટર્સ પેઢીનો માલ સ્ટેટ જીએસટીએ કર્યો જપ્ત અને હાઈકોર્ટે….

Nawanagar Time

Leave a Comment