Nawanagar Time
ગુજરાત જામનગર

પ્રેમીના પુત્રને જીવતો સળગાવતી પ્રેમિકા

the-burning-sensation-of-a-lovers-son

પરિણીત પુરુષને અનૈતિક પ્રેમ મોંઘો પડ્યો: પ્રેમિકાએ બળાત્કારના કેશમાં ફિટ કરાવી પ્રેમી પાસેથી રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કર્યો: યુવતી સહિત સાત શખ્સો સામે ફરિયાદ

જામનગર:-જામનગર નજીકના મોટી ખાવડી ગામે અનૈતિક પ્રેમ સંબંધમાં કરુણ  સામે આવી છે. પરિણીત પ્રેમી સાથે રહેવા માંગતી પ્રેમિકાએ અન્ય સભ્યોની મદદથી પ્રેમીના માસુમ પુત્રને જીવતો સળગાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. પ્રેમિકાએ સાથે રહેવા પ્રેમીને બળાત્કાર કેશમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે દાજી ગયેલ બાળકને  ખસેડવામાં આવ્યો છે.

જામનગર સહિત જિલ્લાભરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ મોટી ખાવડી ગામે રહેતી સંગીતા રાજુભાઈ, લક્ષ્મી રાજુભાઈ, અનસુયા રાજુભાઈ  અને તેની સાથેના અન્ય ચારેક શખ્સોએ ગઈ કાલે સાંજે છએક વાગ્યાના સુમારે રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ ગૌશાળા પાસે રહેતા ત્રણેય હિતેશભાઈ રમેશભાઈ  નામના દેવીપુજક યુવાનના ઘરે ધસી ગયા હતા. જ્યાં આરોપી સંગીતાએ હિતેશભાઈના પુત્ર સાયરને આંતરી લઈ કેરોસીન પીવડાવ્યું હતું, જ્યારે અન્ય શખ્સોએ માસુમને પકડી રાખ્યો હતો. દરમિયાન આરોપી સંગીતાએ દીવાસળી સળગાવી બાળક પર ફેંકી જીવતો સળગાવી દીધો હતો. બાળક સળગી જતા આરોપીઓ નાશી ગયા હતા. આ ઘટનાને પગલે બાળકે રાડારાડી  પાડોશીઓ આવી ગયા હતા અને સળગતા બાળકને કપડાં વડે ઠારી તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. આ બનાવ અંગે ગંભીર રીતે સળગી ગયેલા બાળકના પિતા હિતેશભાઈએ આરોપી સંગીતા સહિતના શખ્સો સામે મેઘપર પોલીસ દફતરમાં  ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યા મુજબ, આરોપી સંગીતા અને હિતેશભાઈ વચ્ચે અનૈતિક પ્રેમ સંબંધ બંધાયો  પ્રેમિકા સંગીતને હિતેસ સાથે રહેવું હતું પરંતુ હિતેશ સાથે તેની પત્ની અને પુત્ર રહેતા હોવાથી એ વાત શક્ય ન હતી. પરિણીત પ્રેમીને પામવા સંગીતા બેબાકળી બની હતી. પરણિત પ્રેમીને પામવા માટે તેણીએ પ્રેમી હિતેશ પાસેથી પૈસાની માંગણી કરી બ્લેક મેઈલ કરવાની શરૂઆત કરી હતી. આ કારી પણ નહીં ફાવતા  હિતેશને બળાત્કારના ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જે ધમકી છતાં પણ હિતેશ પોતાનો નહીં થાય એમ લાગતા ગઈ કાલે પ્રેમિકા સંગીતા અને તેના પરિવારના સભ્યોએ હિતેશને ઘરે પહોંચી વારદાતને અંજામ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે હિતેશની પ્રેમિકા સંગીતા સહિતનાઓ સામે હત્યા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધીને આગળની  હાથ ધરી છે.

Related posts

હોન્ડાકારના શૉ-રૂમમાંથી તસ્કરો રૂ.6.93 લાખની રોકડ ચોરી ગયા

Nawanagar Time

જામનગરમાં રૈનબસેરાને તાળાં, ગરીબો ફૂટપાથ ઉપર સૂવા મજબૂર

Nawanagar Time

કોરોનાના કહેર વચ્ચે દરેડ ઔદ્યોગિક મંડળે સાધારણ સભા યોજતા ચકચાર

Nawanagar Time

Leave a Comment