Nawanagar Time
ગુજરાત જામનગર

એસ્સાર દ્વારા ગેરકાયદે કોમર્શિયલ કાર્ગો શરૂ કરતાં ચેમ્બર ઓફ લાલઘૂમ

the-chamber-of-red-flags-started-by-the-illegal-commercial-cargo-launched-by-essar

સિક્કા, બેડી અને રોઝી બંદરે પણ એસ્સારે ધીકતો ધંધો ચાલુ કરી દીધો : પરોડિયા જેટી ઉપર પણ પાવર પ્રોજેક્ટ માટેની કેપ્ટિવ કોલને બદલે કોમર્શિયલ ઉપયોગ

જામનગર:-એસ્સાર દ્વારા સરકારી નીતિ નિયમોનો સરાજાહેર ભંગ કરી ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓના થાબડભાણા કરી પોતાની ખાનગી ઉપરાંત સિક્કા, બેડી  રોઝી બંદરની જેટીઓ કબ્જે કરી કોમર્શિયલ કાર્ગો શરૂ કરી દેતાં આ મામલે ચેમ્બર ઓફ કોમર્સએ ફરી એક વખત અવાજ ઉઠાવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર નજીક એસ્સાર દ્વારા પાવર પ્રોજેક્ટ માટે બનાવેલ કેપ્ટીવ કોલ જેટ્ટી અને તેના વપરાશ  તા. 28-05-2009 થી તે સમયના મુખ્યમંત્રી તથા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ તથા ગુજરાત સૌરાષ્ટ્રની અન્ય ચેમ્બરોને પત્ર પાઠવી એસ્સાર દ્વારા જે જેટ્ટી સ્થાપિત કરવામાં આવશે તે ફક્ત કેપ્ટીવ કાર્ગોનું હેન્ડલીંગ કરશે તેને કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી ન આપવામાં આવે  અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ હતી,

આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સને લેખિતમાં ખાત્રી આપવામાં આવેલ હતી કે, એસ્સાર દ્વારા આ જેટ્ટી પર ફક્ત કેપ્ટીવ કાર્ગોનું હેન્ડલીંગ કરવા મંજૂરી આપવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ જેટ્ટી ઉપરથી કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવા દેવામાં નહીં આવે તેવી  તેના એગ્રીમેન્ટમાં કરવામાં આવશે.એવામાં તાજેતરમાં જ જામનગર ચેમ્બરને આ અંગે સભ્યો તરફથી મળતી રજૂઆત અનુસાર હાલ આ જેટ્ટી ઉપરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમયાંતરે કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ખાત્રીથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમયાંતરે કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવા માટે આપવામાં આવેલ પરવાનગીથી તેની આડઅસરો મોટાપાયે જોવા મળી રહી છે અને જામનગર વિસ્તારમાં બંદરો પર ભારે અસર થયેલ છે અને બંદરનું કામકાજ બંધ થયેલ છે અને અન્ય બંદરો બંધ થવાના આરે હોવાની ભીતી પણ પત્રમાં સેવાઇ છે, હાલ પોર્ટ  સાથે કાર્યરત એકમોને ભારે મુશ્કેલી પડી રહી છે

વધુમાં બંદરો સાથે જોડાયેલ ડમ્પરો તથા ટ્રક ચાલકોના ધંધાને પણ કોમર્શિયલ કાર્ગો હેન્ડલ થવાના કારણે માઠી અસર જોવા મળી રહી છે

આથી આ પ્રશ્ને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ, એગ્રીકલ્ચર  ગાંધીનગર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ ગુજરાત-સૌરાષ્ટ્રની ચેમ્બરોને પત્ર પાઠવી એસ્સાર દ્વારા કરવામાં આવતી કોમર્શિયલ કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી રદ કરવા અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા વિસ્તૃત રજૂઆતો પાઠવવામાં આવેલ છે.

Related posts

ધો. 10માં જામનગર જિલ્લાનું 70.61 ટકા પરિણામ

Nawanagar Time

ચાલુ સિઝનમાં ઘઉંના ભાવ ભડકે બળશે

Nawanagar Time

કાનાલુસમાં માનસિક બીમાર વૃદ્ધાનો આપઘાત

Nawanagar Time

Leave a Comment