Nawanagar Time
જામનગર ગ્રામ્ય

કાલાવડના નવાગામના તલાટી-કમ-મંત્રી સામે લાંચની ડિમાન્ડનો નોંધાયો ગુન્હો

કાલાવડના નવાગામમાં એક ખેડૂત પાસે ગામ નમૂના-ર માં નોંધ પાડવા માટે તલાટી-કમ-મંત્રીએ મીઠા મોઢાના રૃા.ર૦ હજાર માગ્યાની એસીબીમાં ફરિયાદ થયા પછી બન્ને વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડીંગને ચકાસ્યા પછી ગઈકાલે એસીબીએ તે તલાટી સામે લાંચ માગવા અંગે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નવાગામમાં તલાટી-કમ-મંત્રી તરીકે વર્ગ-૩માં ફરજ બજાવતા દેવાયત રામશીભાઈ ભોળા પાસે તે જ ગામના એક આસામીએ પોતાની બિનખેતી જમીનનો મહેસૂલ વેરો ભરી ગામ નમૂના-ર માં નોંધ કરી આપવા માટે અરજી કરી હતી.

ત્યાર પછી પોતાનું કામ કેટલું આગળ વધ્યું તેના માટે આ આસામીએ તપાસ કરતા તલાટી મંત્રી દેવાયતભાઈ ભોળાએ ગામ નમૂનામાં નોંધ કરી આપવા માટે મીઠા મોઢાના રૃા.ર૦ હજાર માગતા ગયા સપ્તાહે આ આસામીએ લાંચ-રૃશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કરવામાં આવેલી પ્રક્રિયા અંતર્ગત એસીબીએ તે ખેડૂત તથા તલાટી વચ્ચે થયેલી ફોન પરની વાતચીતનું રેકોર્ડીંગ મેળવ્યા પછી તેની ચકાસણીના અંતે ગઈકાલે તે ફરિયાદીની ફરિયાદ પરથી જામનગર એસીબીના પીઆઈ એન.કે. વ્યાસે તલાટી-કમ-મંત્રી દેવાયત આર. ભોળા વિરૃદ્ધ લાંચની માગણી કરવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક મહિના દરમ્યાન ચાર સરકારી બાબુઓ સામે લાંચ-રૃશ્વત વિરોધી શાખાના રાજકોટ એકમના મદદનીશ નિયામક એચ.પી. દોશીના સીધા માર્ગદર્શન હેઠળ એસીબીના સ્ટાફે કામગીરી કરી છે ત્યારે ગઈકાલે કાલાવડના નવાગામના તલાટી મંત્રી સામે લાંચની ડિમાન્ડનો ગુન્હો નોંધાતા ચકચાર જાગી છે.

Related posts

શારજહાંથી યમન જઈ રહેલાં સલાયાના વહાણમાં આગ

Nawanagar Time

જોડિયામાં કરોડોની સરકારી જમીનોમાં ખડકાઈ ગયા દબાણો

Nawanagar Time

મોટી ગોપના સરપંચ વિરૂદ્ધ અવિશ્ર્વાસ દરખાસ્ત

Nawanagar Time

Leave a Comment