Nawanagar Time
ગુજરાત જામનગર

સસ્તી કિંમતી કાર ઇન્કમટેક્સના રડારમાં

the-cheapest-car-in-the-income-taxex-radar

એક વર્ષમાં અબજોના બે નંબરી રોકડ વ્યવહાર થયા હોવાનું બહાર આવતા રાજકોટ ઇન્કમટેક્સ ચોકયું

જામનગર:-જામનગરમાં ફ્રોડસ્ટર સ્કીમ મારફતે છેલ્લા એક વર્ષમાં સેંકડોની સંખ્યામાં લક્ઝુરિયસ કાર શોરૂમ કરતા 25 થી 30 ટકા નીચાભાવે અને એ પણ રોકડામાં છૂટી હોય આ મામલે પોલીસ દ્વારા  ભરી ગુપ્ત તપાસ શરૂ કરાયા બાદ હવે ઇન્કમટેક્સ વિંગ રાજકોટ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી માર્ચ એન્ડિંગમાં ટાર્ગેટ પૂરો કરવા સસ્તી કારને રડારમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી લોકોને લાંબાગાળે છેતરવાના મુખ્ય ધ્યેય સાથે શરૂ થયેલ સસ્તી લક્ઝુરિયસ કાર વેચવાના કારસ્તાનમાં  સુધીમાં 200થી વધુ ગાડીઓ રસ્તા ઉપર ફરતી કરી લોકોમા વિશ્વાસ સંપાદિત કરવા ફ્રોડસ્ટર ગઠિયા મેદાને ઉતર્યા છે.લક્ઝુરિયસ કારની શોરૂમ કિંમત કરતા અંદાજે 25થી 30 ટકા નીચાભાવે લોકોને આપવામાં આવી રહેલ ફોચ્ર્યુનર, આઉડી, ફોર્ડ એંડેવર, ઇનોવો, હ્યુન્ડાઈ ક્રેટા અને આઈ ટેવેન્ટી જેવી કાર ખરીદવા શરૂઆતમાં તો લોકોએ લાઈનો લગાવી હતી.  કે, હાલમાં સસ્તાભાવે કાર આપવાની આકર્ષક યોજના ભ્રામક અને છેતરામણી હોવાનો અંદાજ જિલ્લા પોલીસવડાને આવી જતા આ મામલે તેઓએ જાગૃત બની ગુપ્ત રાહે તપાસ શરૂ કરાવી દીધી છે અને આ ફ્રોડ સ્કીમમાં કોઈ છેતરાયા હોય તો પોતાની પાસે રૂબરૂ મળવા પણ લોકોને અપીલ કરી છે ત્યારે લોકોને મોટા પાયે  માટે ચાલી રહેલી આ સ્કીમ હવે પોલીસ બાદ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં પણ આવી ગઇ હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે ફ્રોડસ્ટર ગેંગ દ્વારા ચલાવવામાં આવતા આ રેકેટમાં છેલ્લા એકવર્ષ દરમિયાન મોટા પાયે બે નંબરી રોકડ વ્યવહાર થયા છે અને રાજકીય માથાઓ અને કાયદાના રખેવાળોએ પોતાના બે  આવકના નાણાંથી રોકડ રકમ આપી ગાડીઓ ખરીદી હોય ઇન્કમટેક્સ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરી, આ ગાડીઓ કયા શો-રૂમમાંથી ખરીદવામાં આવી? પેમેન્ટ ક્યા માધ્યમથી થયું? તે સાહિતની બાબતોના અંકોડા મેળવવાનું શરૂ કરતા આવનાર દિવસોમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણો મળી રહ્યા છે.

Related posts

જોડિયા નજીક એસટી બસ પુલ નીચે ખાબકી

Nawanagar Time

વેપારી પાસેથી રૂ.9 લાખ પડાવીને જૂનાગઢના શખ્સે સિંગદાણા જ ન મોકલ્યા

Nawanagar Time

‘સબળા’! જામજોધપુરમાં 9 જુગારણ ઝડપાઇ

Nawanagar Time

Leave a Comment