Nawanagar Time
ગુજરાત જામનગર

તલ અને શિંગપાકની મહેકથી શહેર મધમધી ઉઠયુ.

the-city-and-the-city-are-awake-by-the-death-of-shilpa-and-shingak

જામનગર:-ઉતરાયણ એટલે કે મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં તલપાક, શિંગપાક, દાળિયાપાક, નાળિયેરપાક, જીંજરા, ખજૂરપાક, કચરિયુ (સાની) સહિતની શિયાળુ પાકની વિવિધ વાનગીઓનું જામનગરમાં આગમન થઇ ગયું છે.

ઉતરાયણનો તહેવાર નજીક આવતો હોય પતંગરસિયાઓનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે ત્યારે બજારોમાં પણ ખાણી-પીણીની વસ્તુઓ લેવા લોકોની ભીડ જોવા મળે છે. ઉતરાયણના દિવસે આખો દિવસ ધાબા પર રહેતાં બાળકો, મોટેરાઓ સહિત વૃદ્ધો પણ પતંગ ઉડાડે છે અને શેરડી, તલપાક, શિંગપાક, કચરિયું વગેરેની લિજ્જત માણતાં હોય છે. શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં હાલમાં તલપાક, શિંગપાક, કચરિયું, દાળિયાપાક જેવી શિયાળુ વાનગીઓ મળતી જોવા મળે છે. તો વળી, કેટલાંક લોકો પોતાના ઘરે પણ આવી શિયાળુ વાનગીઓ બનાવતાં હોય છે.

Related posts

સિકકા ગામના પાટિયા નજીક બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં કાકી-ભત્રીજાને ઈજા

Nawanagar Time

લોકાર્પણ બાદ ખંભાળિયાના બગીચાને તાળાં: વિપક્ષી નેતાનો હંગામો

Nawanagar Time

રોગચાળાને લઈને વિપક્ષના નેતાનું પાટનગર તરફ પ્રયાણ, આરોગ્ય તંત્ર નિદ્રામાં

Nawanagar Time

Leave a Comment