Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લા જેલમાં કેદીઓની હાલત કફોડી

the-condition-of-the-prisoners-in-jamnagar-district-jail-is-tainted

ક્ષમતા કરતા વધુ કેદીઓ ઠાંસી દેવાયા: મહિલાઓની હાલત બદતર

જામનગર:-જામનગર જિલ્લા જેલમાં ખીચોખીચ કેદીઓ છે એમાંય મહીલાઓની હાલત તો વધુ કફોડી છે. દ્વારકા જિલ્લામાં જેલ ન હોવાના કારણે ત્યાંના કેદીઓ પણ જામનગર જિલ્લા કેદમાં ઠાંસી દેવામાં આવ્યા  પરીણામે કેદીઓની ક્ષમતા કરતાં વધી ગઇ છે.

આંકડા મુજબ કાચા કામના પુરૂષ કેદીઓની સંખ્યા 499 છે જયારે મહિલા કેદીઓ 19 છે કુલ કેદીઓની સંખ્યા 518 જેટલી છે. બીજી તરફ પાકા કામના પુરૂષ કેદીઓ 22 છે. અટકાયતી કેદીઓ 24 છે બે મહિલા અટકાયતી કેદીઓ છે એકંદરે સંખ્યા 563 સુધી પહોંચે   હવે જેલની ક્ષમતાની વાત કરીએ તો જેલમાં 456 પુરૂષ કેદીઓ અને 10 મહિલા કેદીઓને રાખી શકાય તેમ છે અલબત કુલ સંખ્યા 563 સુધી પહોંચી જાય છે. પરિણામે ક્ષમતા કરતાં વધુ કેદીઓ જેલમાં પુરી દેવાયા હોવાથી કેદીઓની હાલત તમામ સ્તરે કફોડી બની જતી હોય છે.

નોંધનીય છે કે, જેલમાં બાળકોની  બે છે. જેમાં એક બાળકની ઉંમર અઢી વર્ષની છે. એક બાળકનો જન્મ જ જેલમાં થયો છે. બીજી તરફ આજીવન કેદની સજા પામેલા કેદીઓની સંખ્યા 14 જેટલી છે. કેદીઓની સંખ્યા વધુ હોવાથી અનેક પ્રકારના કટોકટી કેદીઓને પારીત થવું પડે છે. માસીક ખર્ચ રૂપિયા 800 (કેદી દીઠ) આપવામાં આવતો હોય છે.  ખીચોખીચ ભરેલા હોવાથી સુરક્ષા વોચ રાખવી પણ મુશ્કેલ બને છે.

Related posts

જામનગર તાલુકામાં માટીકામ કૌભાંડ અટકાવવા ટીડીઓનો આદેશ

Nawanagar Time

આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

Nawanagar Time

સમરસ કવોરોન્ટાઈન સેન્ટરમાં ગંભીર બેદરકારી

Nawanagar Time

Leave a Comment