Nawanagar Time
જામનગર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી મામલે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે ચૂંટણીપંચના પરિપત્રને ગુજરાત કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પડકારાયો છે. ચૂંટણીમાં મતગણતરીની તારીખને લઇને ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર કરવામા આવતાની સાથે જ વાંધો ઉઠાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. કોંગ્રેસે આ વિરોધને હવે કાનુની સ્વરુપે પડકાર્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર સાથે અરજી કરી છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં મતગણતરીની તારીખ એક જ રાખવા રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્રારા હાઇકોર્ટમા અરજી કરવામાં આવી છે કે, બધા ચૂંટણી પરિણામ એક દિવસે આપવામાં આવે એટલે કે, મનપા અને પંચાયતની મતગણતરી સાથે કરવામાં આવે. જો કે આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા આગામી 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના હતી તે પ્રમાણે જ 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 કોર્પોરેશન અને 81 નગર પાલિકાની ચૂંટણી યોજાશે. સાથે સાથે જ 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીઓ યોજવામાં આવશે. બીજા તબક્કામાં 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવમાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે પ્રથમ તબકાકની એટલે કે 6 કોર્પોરેશન અને 81 નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણીની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

મગફળી ખરીદીમાં સરકારના આદેશનો ઉલાળિયો કરતો જામનગરનો પુરવઠા વિભાગ

Nawanagar Time

કોર્પોરેટરે વીડીયો વાયરલ કર્યો: જામનગરમાં ભૂત પણ નળ ફિટીંગનું કામ કરે છે!

Nawanagar Time

રશિયામાં પાવર બતાવશે જામનગરના કર્ણદેવસિંહ, અભિમન્યુસિંહ અને કોમલબેન

Nawanagar Time