Nawanagar Time
ગુજરાત

શિખડાવા માટે બંધારણે આપણને વોટનો બહુમૂલ્ય અધિકાર આપ્યો છે: ભારતીય નાગરિકોએ જવાબદારીમાંથી છટકવું ન જોઇએ

the-constitution-has-given-us-the-exclusive-privilege-of-vote-indian-citizens-should-not-leave-the-responsibility

(ગત અંકથી આગળ)

આ વખતે પ્રથમ વખત દેશમાં કરોડો નવયુવાનો તેમનો મત પ્રથમ વખત આપવા જઈ રહ્યાં છે ત્યારે આવા યુવાનોને સમજવાનું છે કે, રાજકીય પાર્ટીઓ શું તેમના સપનાનું ભારત નિર્માણ કરવા જઈ રહી  કે, તેમને છેતરીને મત લેવાનું તરકટ મચાવી રહી છે? આવા યુવાનો સાવધાન-હોંશિયાર રહે, દેશના એજન્ડાને ધ્યાનમાં રાખી મતદાન કરજો નહીંતર તમારો પણ આ રાજકીય પાર્ટી તેવો જ ઉપયોગ કરશે જે તમારા યુવા ભાઈઓનો અગાઉ ઉપયોગ કરેલો. તમને લોભ-લાલચ આપવામાં આવશે, તમને ખોટાં સ્વપ્નો બતાવવામાં આવશે, મીડિયા દ્વારા તમારા મગજને  જગ્યાએ વાળવામાં આવશે. કેમ કે, આજનું મીડિયા તમારા જટિલ પ્રશ્ર્નોને વાચા આપવાની કામગીરીને બદલે રાજકીય પાર્ટીના પ્રવકતા તરીકે કાર્ય કરી રહી છે. ત્યારે તમરે સમજી-વિચારીને મત આપવાનો છે, દરેક વોટમાં એક શક્તિ રહેલી છે. આથી, તેમાં તમને કોઈ ફરજ પાડી શકે નહીં. રાજરમતની કોઈ જરૂરિયાત નથી, જવાબદારી નિભાવતાં પહેલાં  તમારી આંખોને ખૂલ્લી રાખવાની છે. એક સારા પ્રેરક સમજ અને દેશની તમારી જે અપેક્ષાઓ છે તે કોણ પૂરી પાડી શકે? એ જોઈને તમારે મત આપવાનો છે. ભારત એ એક યુવાન દેશ છે અને આવી યુવાશક્તિનો પડઘો ચૂંટણીમાં જરૂર પડવો જોઈએ. યુવાનોએ પોતાની પ્રાથમિકતાનું આંકલન કરવું જોઈએ. તેમાં શું ઈચ્છે  તેઓ કેવા પ્રકારની સરકાર ઈચ્છે છે? જે તમને સમસ્યાઓ અને પ્રશ્ર્નોના ઉકેલ આપી શકે? શું શિક્ષણ મહત્ત્વનો મુદ્દો છે, શું બિનસંપ્રદાયિકતા મહત્ત્વનો મુદ્દો છે, શું સાંપ્રદાયિકતાથી દેશનો વિકાસ શકય છે શું? લોકોની સલામતિ મોટો પ્રશ્ર્ન ન બનવો જોઇએ આજે લોકોની સૌથી મોટી સમસ્યા સલામતિની છે શું? ભૂતકાળમાં નેતાઓ તેમની  પુરી કરી શકયા છે? તેમણે યુવાનોને લગતા મુદ્દાઓ પ્રત્યે ધ્યાન આપ્યુ છે ખરૂ? આવા અસંખ્ય પ્રશ્ર્નો છે. એ બધા સવાલોમાં જવાબ મેળવવાની જવાબદારી યુવાનોના માથા પર છે.

જો કે આ બધા માટે સૌથી પહેલા તમારે તમારો વોટ (મત) આપવાનો છે. તેજ આપણને આપણી પસંદગીના ઉમેદવાર અને સરકાર આપશે, ચૂંટણીપંચે  મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે અસંખ્ય પગલા લીધા છે. પરંતુ આખરે તો આપણે કેવા પ્રકારનું ભારત બનાવવા ઇચ્છીએ છીએ? તે આપણે બધાએ નકકી કરવાનું છે મતદાનમાં ભાગ લેવો એ આપણી બંધારણીય જવાબદારી છે. મતદારોની ઉદાસીનતા હંમેશા દેશને મોટુ નુકશાન કરે છે. આપણી નિષ્કાળજીને લીધે દેશના વિવિધા જિલ્લામાંથી ગુન્હાહિત ઇતિહાસ  ભ્રષ્ટાચારી, પાટલી બદલુ, ચરિત્રહીન લોકો ચૂંટાઇ આવે છે જેનાથી સમાજને નુકશાન થાય છે અને દેશ બરબાદ થાય છે. આથી 2019ની દેશની ચૂંટણીમાં સોચી સમજી વિચારી, કોઇપણ, ધાર્મિક, જાતિવાદ, કોમવાદના, ખોટા, રાષ્ટ્રવાદના પ્રવાહમાં ન આવતાં દેશનો સાચો વિકાસ કરવો એ આપણી ફરજ છે.

(સંપૂર્ણ)

Related posts

દ્વારકા: સિદ્ધનાથ રોડ પરના પુસ્તકાલય પાછળ રાત પડે ને જામતી દારૂની મહેફીલ

Nawanagar Time

જામજોધપુર પંથકની શિક્ષિકા સાથે ગાંધીનગરમાં દુષ્કર્મ

Nawanagar Time

સરકારનો શાળા બંધ કરવાનો નિર્ણય તઘલખી: હેમંત ખવા

Nawanagar Time

Leave a Comment