Nawanagar Time
ગુજરાત જામનગર

જનરલ બોર્ડમાં ફૂડ શાખાનો ભ્રષ્ટાચાર ગાજ્યો: શાસક પક્ષના વેધક સવાલ

the-corruption-of-the-food-branch-at-the-general-board-the-question-of-the-ruling-party

શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મામલે કડક વલણ અપનાવવા જામનગર મહાપાલિકાના જનરલ બોર્ડમાં નિર્ણય

જામનગર:-આજરોજ જામનગર મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ખૂલ્લામાં શૌચક્રિયા, સભ્યોના માનદ્ ભથ્થામાં સુધારા-વધારા સહિતના મુદ્દાઓ એજન્ડામાં સમાવવામાં આવ્યા હતાં. જો કે, શહેરમાં ખૂલ્લામાં શૌચના દૂષણને ડામવામાં હજુ પણ મહાનગર પાલિકાના સત્તાધિશોને ચર્ચા વિચારણા માટે સમય જોઈતો હોય આ મુદ્દાને ચર્ચા વિચારણા માટે રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ માર્કેટીંગ યાર્ડમાં સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી હતી.

the-corruption-of-the-food-branch-at-the-general-board-the-question-of-the-ruling-party
the-corruption-of-the-food-branch-at-the-general-board-the-question-of-the-ruling-party

આજરોજ જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં કુલ 8 મુદ્દાનો સમાવેશ કરાયો હતો. જેમાં ગત મિટીંગની મિનિટ્સને બહાલી આપી પ્લાસ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો ર016 ના મુદ્દે મંજૂર થયેલાં મુસદ્દાનો કડકપણે અમલ કરાવવા સર્વાનુમને નકકી કરવામાં આવ્યું હતું. આશ્ર્ચર્યજનક રીતે આજના જનરલ બોર્ડમાં શાસક પક્ષના પ્રવિણભાઈ માડમે ફૂડ શાખામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે વેધક સવાલો ઉઠાવ્યા હતાં અને જો મહાનગર પાલિકા તપાસ ન કરી શકે તો એસીબીને તપાસ સોંપવા માંગ કરી હતી. જા કે, આ મુદ્દે મેયરે જવાબ નહીં આપતાં આશ્ર્ચર્ય સર્જાયું છે.

શહેરમાં ખૂલ્લામાં શૌચક્રિયા બંધ કરાવવા હજુ મહાપાલિકા વિચાર કરશે: વોર્ડ નં.8 ના કોર્પોરેટર યોગેશભાઈ કણઝારિયાની સર્વાનુમતે ખેતીવાડી ઉત્પન્ન સમિતિમાં નિમણૂંક

the-corruption-of-the-food-branch-at-the-general-board-the-question-of-the-ruling-party
the-corruption-of-the-food-branch-at-the-general-board-the-question-of-the-ruling-party

વધુમાં આજની આ સામાન્ય સભામાં ખૂલ્લામાં થતી શૌચક્રિયા મામલે તા.ર7.1ર.ર018ના ભલામણ અન્વયે હજુ પણ મહાનગર પાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ નક્કર પગલાં લઈ શક્યા નથી અને હજુ પણ આ મુદ્દે ચર્ચા વિચારણા માટે દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મહાપાલિકાના આજના જનરલ બોર્ડમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરમાં સ્થાનિક સત્તા મંડળના એક સભ્યની નિમણૂંક કરવા દરખાસ્ત આવતાં સર્વાનુમને વોર્ડનં 8 ના કોર્પોરેટર યોગેશભાઈ કણઝારિયાની સર્વાનુમતે નિમણૂંક કરવા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આજની આ બેઠકમાં મહાનગર પાલિકાની ટીપી સ્કીમ નં.ર ના જુદા-જુદા અનામત પ્લોટનો હેતુફેર કરવા પણ નિર્ણય લેવા મુદ્દો હાથ પર લેવાયો હોવાનું જાણવા મળે છે.

Related posts

પહેલા પાર્કિંગની સુવિધા આપો પછી દંડ વસુલો: જામ્યુકો સામે ખાનગી બસ સંચાલકોનો રોષ

Nawanagar Time

જામનગર-દ્વારકા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક..

Nawanagar Time

મહાપાલિકાના આવાસ ભાડે આપી દેનારા આસામીઓ ઉપર તવાઈ

Nawanagar Time

Leave a Comment