Nawanagar Time
બિઝનેસ

દેશની સૌથી મોટી સેલ અને બેટરી બનાવતી કંપની એવરેડી હવે વેચાશે,જાણો શું હશે કિંમત…

the-countrys-largest-cell-and-battery-maker-avrady-will-now-be-selling-know-what-the-cost-will-be

બીએમ ખેતાનના નેતૃત્વવાળું વિલિયમસન મૈગર ગ્રુપ પોતાની ફલેગશીપ કંપની એવરેડી ઈન્ડસ્ટ્રીઝનું વેચાણ કરી રહી છે. એજન્સીએ સૂત્રોને શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. તે મુજબ વિલિયમસન મૈગર ગ્રુપની ડીલ માટે એવરેડીનું વેલ્યુએશન 3,000થી 4,000 કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યું છે. કોટક મહિન્દ્ર બેન્કને આ માટે ખરીદનાર શોધવાની જવાબદારી સોપવામાં આવી છે. એવરેડી ડ્રાઈ સેલ બેટરી અને ફલેશલાઈટ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની છે.

એવરેડીના શેરમાં 13 ટકા તેજી આવી

  1. વિલિમયસન ગ્રુપ એવરેડીમાંથી સંપૂર્ણ રીતે બહાર નહીં થાય પરંતુ થોડો હિસ્સો જાળવી રાખશે. ખેતાનની પાસે એવરેડીના 45 શેર છે. હજી એ સ્પષ્ટ થયું નથી કે વિલિયમસન ગ્રુપ એવરેડી કન્ટ્રોલિંગમાં પોતાનો હિસ્સો બનાવી રાખશે કે પછી માઈનોરીટી શેરહોલ્ડર તરીકે રહેશે.
  2. હિસ્સો વેચવાના રિપોર્ટથી એવરેડી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શુક્રવારે જોરદાર તેજી આવી છે. બીએસઈ પર આ વધારા સાથે શેર 20 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 1,491.54 કરોડ રૂપિયા છે.
  3. વર્ષ 2017-18માં એવરેડની રેવન્યુ 1,450 કરોડ રૂપિય રહી હતી. હાલના નાણાંકીય વર્ષ 2018-19માં તે 1,600 કરોડ રૂપિયાનું અનુમાન છે. એવરેડીના મેનેજમેન્ટે તેને એફએમસીજી કંપનમાં બદલવાની કોશિશ પણ કરી હતી.
  4. એવરેડી દેશની લગભગ 100 વર્ષ જૂની કંપની છે. 1905થી એવરેડી પર યુનિયન કાર્બાઈડનો હક હતો. ખેતાન પરિવારે 1990ના દશકમાં 300 કરોડમાં એવરેડીને ખરીદી લીધી હતી.

Related posts

સરકારને જેટ એરવેઝનું સંચાલન ફરીથી શરૂ થવાની આશા નહીવત

Nawanagar Time

આ 7 નિયમો NEW YEAR 2019 માં બદલાઇ જશે,આજે જ કરો પ્લાનિંગ નહિ તો ભોગવવું પડશે…

Nawanagar Time

ટ્વિટરે ભારતના ઓપરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મનીષ મહેશ્વરીની નિમણૂક કરી

Nawanagar Time

Leave a Comment