Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

અંગત દુશ્મનાવટને કારણે બૉલીવુડના આ કલાકાર પર ખોટા આરોપો લગાવાયા…

the-court-said-all-allegations-on-aloknath-can-be-due-to-one-sided-love

વિન્તા નંદાનાં આક્ષેપોનાં આધારે દુષ્કર્મનાં મામલામાં આલોકનાથને કોર્ટે ધરપકડ પહેલા જ જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું કે, અભિનેતા સામે ખોટા અને અપમાનજનક આરોપોનાં આધારે કેસ નોંધાવાયો છે. કોર્ટે આ નિર્ણય ગત સપ્તાહે જ આપ્યો હતો, પરંતુ આ નિર્ણયને થોડા સમય પહેલા જ જાહેર કરવામાં આવ્યો છે.

અંગત દુશ્મનાવટને કારણે આલોકનાથ પર ખોટા આરોપો લગાવાયા
  1. કોર્ટનાં ન્યાયાધીશ SS ઓઝાએ કહ્યું કે, સ્ક્રીન રાઈટર વિન્તા નંદાએ અંગત દુશ્મનીને કારણે અભિનેતા પર ગંભીર અને ખોટા આરોપ લગાવ્યા હતા.
  2. ચુકાદામાં જજે જણાવ્યું કે- આ આરોપો આલોકનાથ પ્રત્યેના એકતરફા પ્રેમને કારણે લગાવવામાં આવ્યા હોય તેવુ લાગી રહ્યું છે. અભિનેતા પર સ્પષ્ટ રીતે અપમાનજનક, જુઠ્ઠા, અને કાલ્પનિક આરોપોનાં આધારે કેસ દાખલ કરાયો હતો. જેમાં તદ્દ્ન ખોટા આક્ષેપોથી આલોકનાથને ઘેરી લેવામાં આવ્યા છે.
  3. જજે આગળ કહ્યું- આલોકનાથની પત્ની અને વિન્તા નંદા વચ્ચે 1980 દરમિયાન ચંદીગઢમાં કોલેજનાં સમયથી મિત્રતા હતી. બન્ને મુંબઈમાં એક ટીવી સિરીયલની પ્રોડક્શન યુનિટમાં કામ કરતી હતી. ત્યારે બન્નેની મુલાકાત આલોકનાથ સાથે થઈ હતી. ત્રણે વચ્ચે ગાઢ મિત્રતા હતી. 1987માં આલોકનાથે આશુ સાથે લગ્ન કર્યા હતા.
  4. ન્યાયાધીશે કહ્યું કે, મિત્રનાં લગ્ન બાદ વિન્તા પોતાની જાતને એકલી અનુભવવા લાગી હતી, કારણે કે તેને તેની સૌથી સારી મિત્રને ગુમાવી દીધી હતી. સાથે એવું પણ બની શકે છે કે આલોકનાથ પ્રત્યેનાં એકતરફા પ્રેમ અને લાગણીને કારણે તેને આ પ્રકારનાં આરોપ લગાવ્યા હતા.
  5. આ મામલામાં વિન્તાને તમામ વાતો યાદ છે પરંતુ તારીખ અને મહિનો યાદ નથી. તમામ તથ્યોને ધ્યાનમાં લેતા કહી શકાય છે કે અભિનેતાને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યો છે.

Related posts

જામનગરના ‘સિંહ’ની લંડનમાં મોજ

Nawanagar Time

રાજમૌલિની ફિલ્મ ‘RRR’માંથી બ્રિટિશ એક્ટ્રેસ ડેઈઝી એડગરની એક્ઝિટ, ગુજરાતમાં ફિલ્મનું શૂટિંગ પૂરું

Nawanagar Time

દિશાનું ડેરીંગ: ‘મલંગ’ માટે જાતે સ્ટન્ટ્સ કર્યા

Nawanagar Time

Leave a Comment