Nawanagar Time
નેશનલ

મતદાન માટે ઓળખપત્ર ફરજિયાત સાથે રાખવું પડશે

the-credentials-must-be-kept-mandatory-for-voting

ચૂંટણી પંચે 10થી વધુ માન્ય ઓળખપત્રોની યાદી બહાર પાડી: ફકત વોટર સ્લીપના આધારે કોઈપણ મતદાર મતદાન કરી શકશે નહિ

નવી દિલ્હી :-ચૂંટણી પંચે કહ્યુ છે કે, મતદાન માટે હવે ફોટાવાળી વોટર સ્લીપ જ પુરતી નહિ રહે સાથે કોઈ ઓળખ અંગેનો દસ્તાવેજ પણ લાવવો પડશે. ચૂંટણી પંચે આ માટે 10થી વધુ દસ્તાવેજો ગણાવ્યા છે. આમાથી કોઈપણ એક લઈ જવો પડશે. સાથોસાથ વોટર સ્લીપ પર હવે મોટા અક્ષરે લખાયેલુ હશે કે આ ઓળખપત્ર તરીકે માન્ય નહિ રહે.

મતદાન માટે ચૂંટણી ઓળખપત્ર, ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ, સાંસદ કે ધારાસભ્ય તરફથી જારી ઓળખપત્ર, સ્માર્ટ કાર્ડ, પાનકાર્ડ, પેન્શન દસ્તાવેજ ફોટા સાથે, મનરેગા જોબકાર્ડ, બેન્ક કે પોસ્ટ દ્વારા જારી પાસબુક, હેલ્થ ઈન્સ્યુરન્સ સ્માર્ટકાર્ડ (મીનીસ્ટ્રી ઓફ લેબર), કેન્દ્ર-રાજ્ય સરકારો, પીએસયુ, કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલ ઓળખપત્ર માન્ય રહેશે.

ચૂંટણી પંચે કહ્યુ છે કે મતદાન કરતી વેળાએ વોટર સ્લીપની સાથે ઉપરોકત દસ્તાવેજ બતાડવાનુ જરૂરી બનશે. ફકત વોટર સ્લીપના આધારે કોઈપણ મતદાર મતાધિકારનો ઉપયોગ નહિ કરી શકે. અત્રે નોંધનીય છે કે હાલમાં જ સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં વોટર સ્લીપને આધારે મતદાન કરાવાયુ હતુ પરંતુ તેનો દુરૂપયોગ થયાની આશંકાને કારણે ચૂંટણી પંચે નવા નિર્દેશો જારી કર્યા છે.

જો કે આ વખતે પણ વોટર સ્લીપ તમામ મતદારો સુધી સુવિધા માટે પહોંચાડવામાં આવશે પરંતુ ફકત મતદાતા સ્લીપ ઓળખનો માન્ય દસ્તાવેજ નહિ ગણાય. અત્રે નોંધનીય છે કે દેશની મોટા ભાગની વસ્તી પાસે ફોટાવાળુ ઓળખપત્ર અને આધારકાર્ડ હોવાને કારણે પણ પંચે આ નિર્ણય લીધો છે.

Related posts

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરૂદ્ધ તપાસ માટે કમિટીની રચના

Nawanagar Time

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આ વર્ષે નહી યોજાય નવરાત્રી

Nawanagar Time

કાશ્મીરમાં સેનાની ચેતવણી: સરેન્ડર કરો અથવા ગોળી ખાવ

Nawanagar Time

Leave a Comment