Nawanagar Time
ગુજરાત જામનગર

દિવસે ડબ્બા બંધ; રાત્રે ધમધોકાર

the-day-is-closed-night-roaring

બહાર ગામથી આવનાર ખેલંદાને ક્લબ સંચાલક ટેક્સી ભાડું આપે છે: ’નાલ’ની સિસ્ટમ બદલાઈ: હવે ’દાવ’ના 3 % રકમ વસૂલાય છે

જામનગર:-જામનગરમાં ઘોડી-પાસાના ડબ્બાના અહેવાલ ’નવાનગર ટાઈમ’એ પ્રસિદ્ધ કર્યા બાદ ચારેય  દિવસના ભાગે ડબ્બા બંધ કરી દેવા પડ્યા છે, જોકે હજુ રાત્રીના આવા ડબ્બાઓ બમણાં વેગથી ધમધમવા માંડ્યા છે. બહારગામથી આવતાં પંટર અને ખેલન્દાઓને આવવા માટે ટેક્સી ભાડું ચૂકવાય છે અને બદલામાં ’નાલ’ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

’નવાનગર ટાઈમ’એ જામનગરમાં ઘોડી પાસાની ક્લબો ધમધમતી હોવાના બે અહેવાલ પ્રસિદ્ધ કર્યા  ચારે ચાર ક્લ્બમાં દિવસના ભાગે જુગાર બંધ કરી દેવામાં આવ્યો છે, બપોરે 3 થી રાત્રીના 10 સુધી આવો જુગાર બંધ કરી દેવાયો હોવાનુ સુત્રો કહે છે, જોકે સેટિંગથી ચલાવાતી આવી ક્લબોમાં “રાત્ર પડે એટલે દિવસ ઉગે” એવો ઘાટ થયો છે. જામનગરમાં રાત્રિની 10;30થી છેક સવાર પડ્યા સુધી આવી ક્લબો  છે.

હવે સંચાલકોએ ’નાલ’ની પેટર્ન બદલાવી છે. અગાઉ દર અડધો કલાક થાય એટલે તમામ જુગારીયા પાસેથી 500-500નું ઉઘરાણુ કરવામાં આવતું હતું. હવે દરેક દાવમાં જેટલો ’દાવ’ લગાડાય એટલી રકમ દાવ લગાડનાર પાસેથી 3% પ્રમાણે  ’નાલ’ ઉઘરાવાય છે. દા ત. 10,000નો દાવ બાંધો, તો 300 રૂપિયા ક્લબ સંચાલકને આપવાના. 50,000ના  સરેરાશ ત્રણ મિનિટમાં એક દાવ પુરો થઇ જતો હોય છે.

3% નાલના બદલામાં પંટરો અને ખેલન્દાઓને ખાવા-’પીવા’ની તમામ સવલત ’મફત’ પુરી પાડવામાં આવે છે. અને બહાર ગામથી આવતા ખેલાડીઓને ટેક્સી ભાડું પણ સંચાલકો તરફથી આપવામાં આવે છે. દાત 100 કિમિથી આવતા જુગારીયાઓને ફિક્સ ભાડા પેટે 2000 અને અને એનાથી  અંતરથી આવતા જુગારીયાને 3000 ભાડા પેટે ચુકવામાં આવે છે, ભાણવડથી આવતાં ખેલન્દાઓને 2000, અને દ્વારકાથી આવનારને 3000 ચુકવણું કરવામાં આવતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Related posts

લઘુતમ વેતન વધારવા સહિત 10 માંગોને લઈ મજૂર મંડળ દ્વારા આવેદન

Nawanagar Time

જામનગર જિલ્લામાં માવઠાને કારણે જીરૂના પાકને સૌથી વધુ નુકસાન

Nawanagar Time

ગુજરાતમાં હજુ છ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી

Nawanagar Time

Leave a Comment