Nawanagar Time
ગુજરાત જામનગર

માસુમ ઓ નાં જીવ ને જોખમ, દિલ્હી પબ્લિક સ્કૂલની બસ વધુ એક વખત બેફામ બની..

the-delhi-public-school-bus-once-again-became-unfriendly

નંદનવન સોસાયટીના ગેટ સામે યુવાનને ફંગોળ્યો, બંને હાથે ફેક્ચર, બસ ચાલક નાશી ગયો

જામનગર:-જામનગરમાં લાલપુર બાયપાસ પવનચક્કી રોડ,નંદનવન સોસા.ના ગેટ સામે રોડ પર ગઈ કાલે દિલ્લી પબ્લિક સ્કૂલની બસએ સાયકલ સવાર  પાછળથી ઠોકર મારી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડયાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત નિપજાવી ચાલક નાશી ગયો હોવાની વિગતો જાહેર થઈ છે. પોલીસે ઘાયલ મજૂરને હોસ્પિટલ ખસેડી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

જામનગરમાં બે ક માસ પૂર્વે લાલ બંગલા સર્કલ પાસે નિટની પરીક્ષા આપવા જતી બે વિદ્યાર્થીનીઓને દિલ્લી પબ્લિક  બે વિદ્યાર્થીનીઓને ફંગોળી અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક વિદ્યાર્થીની લાંબી સારવાર બાદ મોતના મુખ માંથી પરત ફરી છે. ત્યાં જ દિલ્લી પબ્લિક સ્કૂલની બસે વધુ એક બનાવને અંજામ આપ્યો છે.

જેની વિગત મુજબ, ગઈ કાલે સવારે પોતાની સાયકલ લઈ મજૂરી કામે જઇ રહેલા  ભરતભાઇ અમ્રુતલાલ કારીયા  ઘરેથી કામના સ્થળે જતા હતા ત્યારે લાલપુર બાયપાસ પવનચક્કી રોડ નંદનવન સોસાયટી ના મેઇન  ગેઇટ ના સામે ના રોડે પહોચતા દિલ્હી પ્બ્લીક સ્કુલ ના ચાલકે પોતાની બસ બેફિકરાઇ તથા પુરજડપે ચલાવી, પાછળથી ઠોકર મારી ડાબા પગે છોલછાલ ને ઇજા તથા ડાબા હાથે કાંડા ના ભાગે ફ્રેક્ચ્રર ની ઇજા પહોંચાડી  અકસ્માત નિપજાવી આરોપી બસ ચાલક નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘાયલની હોસ્પિટલ ખસેડી નાશી ગયેલા સ્કૂલ બસ ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.

Related posts

જામનગરની મૅડિકલ હૉસ્ટેલમાંથી તબીબનો આઈફોન ચોરાઈ ગયો

Nawanagar Time

લાંબાબંદર ગામે 15 દિવસથી પાણી વિતરણ ઠપ્પ: દેકારો

Nawanagar Time

ખંભાળિયાની સરકારી કચેરીઓમાં સપાટો બોલાવતા એસડીએમ ગુરવ દિનેશ

Nawanagar Time

Leave a Comment