Nawanagar Time
ગુજરાત

ઘડી ડિટર્જન્ટના પાપે દ્વારકાના કુરંગામાં ખેડૂતને હેલીકોપ્ટર લઇને વાડીએ જવું પડે તેવી સ્થિતી

the-detergent-of-a-detergent-a-farmer-needs-to-go-to-a-helicopter-to-go-to-a-farm-in-durgas-kuranga

ગાડા માર્ગ પ્રશ્ર્ને ખેડૂતો પાસે મામલતદારે રૂા. 20 લાખની લાંચ માંગવાના આક્ષેપ સાથે એસીબીમાં કરેલી ફરિયાદ બાદ રિયાલીટી રિપોર્ટ

દ્વારકા : –કુરંગા સ્થિત આવેલ ઘડી કંપનીની હદમા આશરે 300 વિઘા ખાનગી માલિકીની ખેડુતોની જમીન આવેલી છે જે ખેડુતોની જમીન કંપનીની હદમા આવેલી છે આ તમામ જમીનને જોડતા આંતરિક રસ્તા અને ગોજી કુરંગા ગામને જોડતો રાજમાર્ગ નો વિવાદ ચરમસીમા પર છે ખેડુતો પાસેથી આ જમીન પચાવિ પાડવા કંપની દ્વારા અનેક દર્દ અને તકલીફ ખેડુતોને આપવામાં આવી પોલીસથી માંડી ખાનગી સિક્યુરિટી પણ જાણે આ રસ્તા મામલે ખેડુતો વચ્ચે ઊભી રહીને હેરાન કરતી હોવાના ખેડુતોના આક્ષેપો બાદ જ્યારે આ આંતરિક રસ્તા બાબતે ખેડુતો અને ઘડી કંપનીની લડાઈ દ્વારકા મામલતદાર કચેરીમા ચાલતી હતી જે કેસમા 5-5 મહિના વીત્યા બાદ તારીખ અપાયા બાદ ઓચિંતા દ્વારકા મામલતદારના ચાર્જમા મુકાયેલાં એચ.એચ.પંજાબી દ્વારા  20 લાખની લાંચ માંગવાના ખેડુતોની એ.સી.બી ની ફરિયાદને પગલે અમે આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરી અને આ પ્રકરણના મૂળ સુધી જવા પ્રયાસ કરાયો છે.

કુરંગા ગામના પૂર્વ સરપંચને મળી ખેડુતોના આંતરિક રસ્તાના વિશે જાણકારી મેળવી તો તેમના સમયમા લેખિત ઉલ્લેખ ગ્રામ પંચાયત  દ્વારા એવો કરવામા આવ્યો હતો કે રાજમાર્ગ અને આંતરિક રસ્તા ખુલ્લા રાખવામા આવે કોઇ ખેડુતને હેરાનગતિ ના થવી જોઈએ આ મામલે ત્યારે ઘડી કમ્પનીએ સરપંચ વિસાભાઇ ને મોટી રકમની લાંચની ઓફર કરેલ હતી છતા તેમણે ખેડૂત માટે પોતાનુ ઈમાન ના વહેંચી વફાદારી  દાખવી ત્યારે કમ્પની દ્વારા આ જમીન કોઇ પણ ભોગે પચાવિ પાડવા ખેડુતોને અપાતી પારાવાર મુશ્કેલીઓ ને તકલીફો સાથે ધાકધમકીઓ અને પોલીસ સહિતના બળ પ્રયોગની વાતો ખેડુતો ઉચ્ચારી રહ્યા છે  અને આંતરિક રસ્તાનો હુકમ આ હુકમ કમ્પની તરફી આપતા આ હુકમની પણ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરતા અમે મેહસુલ વિભાગના નિષ્ણાત એડવોકેટનો પણ મત જાણ્યો હતો માંમલતદાર એચ.એચ.પંજાબી દ્વારા જે હુકમ કમ્પની તરફેણમા આપવામાં આવ્યો છે તે નિયમ વિરૂધ્ધ અને ખેડુતોના કાયદેસરના હક્કૌનુ હનન કરતો હુકમ હોઈ અને આર.એસ.પી એલ  ઘડી કંપની પાસેથી મોટો વહીવટ લઈ આ હુકમ કરેલ હોઈ તેવો આરોપ ખેડુતો લગાવી રહ્યા છે અને ખેડુતો પાસેથી 20 લાખની લાંચ માંગેલ હોઈ તો આ મામલતદારે કંપની પાસેથી કેટલો વહીવટ લીધો  પૂર્વ સરપંચ પાસેથી વિગતો મેળવ્યા બાદ અમે આખરે ખેડુતોની રજૂઆતના પગલે ઘડી કમ્પનીની હદમા આવેલી આ ખેડુતોની જમીન પર રિઆલિટી ચેક કરવા પહોચ્યા જ્યા અમે ખેડુતો સાથે પહોચ્યા તો તરત આર.એસ.પી.એલ ઘડી કંપનીની કેમેરાથી સજ્જ એવી બોલેરો કાર અમારી પાછળ સતત પાછળ આવી અને જ્યા ખેડુતોના ખેતરોમા ગયા ત્યા આ સિક્યુરિટી આવી ત્યારે અમે ખેડુતોના ખેતર પર ગયા તો ખેતરને જાણે બાંધી રાખ્યા હોઈ ખેતરની ચારે બાજુ દિવાલથી બંધ ખેતરોએ જાણે કેમેરા સામે ખેડુતોની દર્દનાક દાસ્તાનની કહાની કહી દીધી.કેમેરામા જે દ્રશ્યો કેદ થયા તે વિચલિત કરનારા હતા રાજમાર્ગ અને ખેડુતોને ખેતરે જવાના રસ્તા તો હતાજ નહી ખેતરની ફરતે કંપનીએ દિવાલ કરી નાખી છે તો બીજી તરફ દૂષિત પાણીની કેનાલ આવેલ છે તો ખેતર પર જવુ ક્યાંથી..? કોઇ આંતરિક રસ્તો હતોજ નહી અમે ખેડુતોના ખાનગી માલિકીના એ ખેતર પર જોયું તો ખેતરની ચારે તરફ કાંટાની દિવાલ છે અને રાજમાર્ગ મા કેનાલમાથી નીકળો તો જવાય તેવી સ્થિતિ હતી રાજમાર્ગ પણ બંધ હાલતમા જોવા મળ્યો ત્યારે આ આંતરિક રસ્તા અને રાજમાર્ગ બંધ હાલતમાં હોઈ મામલતદાર એચ.એચ.પંજાબી દ્વારા કોઇ સ્થળ નિરીક્ષણ કર્યા વિના આ હુકમ કર્યો હોઈ એવો ઘાટ સર્જાયો છે ખેડુતોને આ હુકમ બાદ હેલિકોપ્ટરથી ખેતરમા ઉતરવા જેવી સ્થિતિ સર્જાય છે કોઇ રસ્તો હોઈ નહી તો ખેતરમા કેમ પ્રવેશ કરવો. મહેસુલ વિભાગના નિયમો મુજબ જૂના ગાડા માર્ગ અને રાજમાર્ગ એ અબાધીત હક્કો હોઈ છીનવી ના શકાય તો આખરે આ હુકમ કેવી રીતે કરવામા આવ્યો મામલતદાર દ્વારા તે હુકમ શંકાના દાયરામા છે મામલતદાર એચ.એચ.પંજાબી વિરૂઘ્ધ 20 લાખની  લાંચ મામલે ખેડુતોએ આખરે એ.સી.બી ને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અહી આ સમગ્ર મામલો ક્યાક મુખ્યમંત્રી વિજય રૂપાણી ના એ વાક્યોને સાચા પાડે છે જેમા તેમણે મહેસુલ વિભાગમા વ્યાપક ભ્રષ્ટાચારની કબૂલાત નિખાલસ પણે કરી હતી ત્યારે જોવાનું એ રહે છે આખરે 20 લાખની લાંચ માંગવા મુદ્દે તંત્ર દ્વારા મામલતદાર વિરૂઘ્ધ કેટલી તપાસ તેજ કરવામા આવે છે અને આ હુકમ બાદ ખેડુતો અને બુધ્ધિજીવી લોકો એટલુ સ્પષ્ટ કહી રહ્યા છે કે ખેડુતોના આંતરિક રસ્તા તો બંધ છે તો ખેડુતો આખરે ખેતરે હેલીકોપ્ટર લઈને ખેતરમા પગ મૂકશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

જામનગર-વાડીનાર રોડમાં અનેક ક્ષતિઓ

Nawanagar Time

પબુભાનું ધારાસભ્યપદ રદ્ થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં

Nawanagar Time

વંચિત બાળકો દ્વારા માં તુજે સલામ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

Nawanagar Time

Leave a Comment