Nawanagar Time
નેશનલ

ચૂંટણીપંચ એકસન મા, અભિનંદનની તસવીર ફેસબુક પરથી હટાવવા આદેશ..

the-election-commissions-order-to-remove-the-picture-of-congratulations-on-facebook

દિલ્હી ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્માએ વીંગ કમાન્ડર અભિનંદનની તસવીર પબ્લિશ કરતાં ચૂંટણીપંચ ચોંક્યું: ફેસબુક-ટ્વિટરને પણ  કડક સૂચના

નવી દિલ્હી:-લોકસભા ચૂંટણીની તારીખની જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચે કડક હાથે કામ કરવાનું શરુ કર્યું છે. રેલી અને ભાષણો ઉપરાંત ઈલેકશન કમીશને આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી બેઠાં છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની તસવીર પબ્લિશ  હતી. જે બાદ ચૂંટણી પંચે તેને હટાવવાના આદેશ કર્યાં છે. ચૂંટણીપંચે તે માટે ફેસબુકને પણ કડક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી પંચ તરફથી પહેલાં જ રાજકીય પક્ષોને આદેશ આપ્યાં છે કે કોઈ પણ પક્ષ પોતાના બેનર, પોસ્ટર્સમાં સેના કે સેનાના જવાનની તસવીરનો ઉપયોગ ન કરે. હાલમાં જ  અનેક પોસ્ટર્સ જોવા મળ્યાં હતા જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર હતી. ચૂંટણી પંચ દ્વારા ફેસબુક અને ટ્વિટરને પણ લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યવાહી કરવાનું કહ્યું છે. જેમાં ચૂંટણી સાથે સંબંધિત સામગ્રીઓ હોય.

વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ લગાવાયો છે કે સત્તાધારી પક્ષ ભાજપના નેતા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને બેનર-પોસ્ટર્સમાં વિંગ  અભિનંદનની તસવીરનો ઉપયોગ કરે છે. જે બાદ સત્તાવાર રીતે ફરિયાદ પણ કરવામાં આવી હતી.

ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે આ વખતે સોશિયલ મીડિયા પર પણ કડક વલણ રાખવાની વાત કરી હતી. જે અંતર્ગત ફેસબુક, ટ્વિટરના અધિકારીઓની સાથે બેઠક પણ થઈ હતી. ચૂંટણીપંચે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને આદેશ  છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી ચૂંટણી પંચને આપે.

Related posts

ભારતની આર્થિક સ્થિતિ નબળી: આઈએમએફ

Nawanagar Time

ગ્રાન્ડ ફિનાલે માટે બીગ-બોસે લીધો યુ-ટર્ન

Nawanagar Time

ઓહો….આ ગરીબના ઘરે આવ્યું રૂ.128 કરોડનું વીજબિલ

Nawanagar Time

Leave a Comment