Nawanagar Time
ગુજરાત

બેનામી ચોપાનિયાં કે ભીંતપત્રો સામે ચૂંટણી તંત્ર ઘોંસ બોલાવશે

the-election-machinery-will-call-the-chorus-against-benami-papaniya-or-potholes

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં વગરના ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં

જામ ખંભાળિયા:-આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે  જામનગર કલેકટર તેમજ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા એ.બી.પટેલએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, વિગેરેના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશ જારી કરી તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓએ ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર પ્રેસ માલિકોએ કેટલીક તકેદારીઓ રાખવા જણાવ્યુ છે.

કોઇ પણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં. અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં, કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ચુંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની નકલ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચુંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે. છાપેલા ચુંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા, અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચુંટણી અધિકારીને રજુ કરવાની રહેશે. લોકસભા સામાન્ય ચૂંટણી મત વિસ્તાર માટે પ્રસિધ્ધ થતાં ચૂંટણી અંગેનાં તમામ સાહિત્ય માટે લાગુ પડશે. આ જોગવાઇનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે. આ હુકમ લોકસભા ચુંટણીની સમગ્ર ચુંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય સુધી અમલમાં રહેશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા  હુકમ કરી જણાવ્યું છે.

Related posts

આધારકાર્ડની કામગીરી ઠપ, જિલ્લાભરમાં અનેક લોકોને સમસ્યા

Nawanagar Time

જી.જી. હોસ્પિટલમાં ઠેર-ઠેર લાઇટ-પંખાના ધાંધિયા

Nawanagar Time

જામનગરમાં નીચે પાનની દુકાન… ઉપર મોદીની નિશાળ!

Nawanagar Time

Leave a Comment