Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્ય બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે અસ્તિત્વનો જંગ

the-existence-of-bjp-congress-for-the-jamnagar-rural-seat

લોકસભા સાથે જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી: રાઘવજીભાઈ પટેલ ભાજપના મજબૂત દાવેદાર: કોંગ્રેસમાંથી ગિરીશ અમેથિયાએ ટિકિટ માંગી.

ભાજપમાંથી વિનોદ ભંડેરી પણ ચૂંટણી જંગમાં ઝૂકાવે તેવી ચર્ચા: કોંગ્રેસના પ્રદેશ મંત્રી યુસૂફ ખફીએ પણ દાવેદારી નોંધાવી.

જામનગર:-લોકસભાની ચૂંટણીની સાથે જામનગર-77  ગ્રામ્યની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે ઊંઝા, હળવદ, માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીની સાથોસાથ જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણી આવતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ, જામનગર ગ્રામ્ય બેઠક બચાવવા કોંગ્રેસે મજબૂત ઉમેદવારને પસંદ કરવા કવાયત્ શરૂ કરી છે તો કોંગ્રેસના ધારાસભ્ય ખેડવી આ બેઠકને કબજે કરવા ભાજપે પણ અસ્તિત્વનો જંગ લડવા તૈયારી બતાવી છે.

જામનગર ગ્રામ્યની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ એકાએક રાજીનામું ધરી દેતાં નવા સમીકરણો સર્જાયા છે. ત્યારે લોકસભા બેઠક માટે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હોય તેની સાથે જામનગર ગ્રામ્ય બેઠકની પણ સેન્સ લેવામાં આવી હતી અને આ બેઠક પરથી રાઘવજી પટેલનું નામ હાલમાં આગળ છે, તેની સાથોસાથ ચંદ્રેશભાઇ પટેલ જૂથના વિનુભાઈ ભંડેરી વગેરે પણ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભાજપના સંભવિત ઉમેદવાર રાઘવજી પટેલ સામે મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસ દ્વારા પણ આ વખતે સમજી-વિચારીને કદાચ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા વચ્ચે હાલ તો રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.

દરમિયાન જામનગર ગ્રામ્ય બેઠક માટે હાલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયાએ દાવેદારી નોંધાવી છે. સાથે-સાથે આ વખતે કોંગ્રેસ માઈનોરિટી ફેકટરને ધ્યાને લઈ ટિકિટ ફાળવણી કરે તેવી શક્યતા જોતાં કોંગે્રસના પ્રદેશ મંત્રી યુસૂફ ખફીએ પણ 77-જામનગર ગ્રામ્ય બેઠક લડવા માટે દાવેદારી કરી હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા દિવસોમાં થયેલ રાજકીય ઉથલપાથલના કારણે આ વિસ્તારની પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેવામાં એક વર્ષ બાદ આવી પડેલ જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીમાં જનતા કેવો મિજાજ દેખાડે છે તે જોવાનું રહ્યું.

Related posts

જામનગરના નાગરિકોએ હવે રાખવું પડશે ધ્યાન: ટૂંક સમયમાં ઈ-મેમો પ્રથા

Nawanagar Time

જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણીમાં 6ર.37 ટકા મતદાન

Nawanagar Time

જામનગરમાં કોરોના વિસ્ફોટ: નવા છ કેસ

Nawanagar Time

Leave a Comment