Nawanagar Time
ગુજરાત

ભણગોરના ખેડૂતો પાક વીમા પ્રશ્ર્ને કાળઝાળ: બળદ ગાડામાં બેસી રેલી કાઢી

the-farmers-of-bhanogore-care-for-crop-insurance

ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી આપ્યા છતાં તંત્રને ભાન ન આવતા ખેડૂતોનો તિવ્ર વિરોધ

લાલપુર:-પાક વિમાનો પ્રશ્ર્ન અવાર નવાર માંગણી છતાં ઉકેલવામાં ન આવતા ભણગોર ગામના ખેડૂતો  બન્યા છે. તાજેતરમાં ભણગોર ગામના ખેડૂતો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવ્યા બાદ આજે ખેડૂતોએ બળદ ગાડામાં બેસી રેલી કાઢી, બેનરો અને સુત્રોચ્ચારથી વિરોધ વ્યકત કર્યો હતો.

વિગતો મુજબ ભણગોર ગામના ખેડૂતોને પાક વિમો ન મળતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. પાક વિમા પ્રશ્ર્ને ખેડૂતો તંત્ર ઉપર  વરસાવી રહ્યા છે. ઉપરાંત ભણગોરના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે ત્યારે આજે ગ્રામજનોએ પાક વિમા પ્રશ્ર્ને રેલી કાઢી હતી અને લાલપુર પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાની તૈયારી પણ ભણગોર ગામના ખેડૂતોએ કરી હતી.

the-farmers-of-bhanogore-care-for-crop-insurance
the-farmers-of-bhanogore-care-for-crop-insurance
the-farmers-of-bhanogore-care-for-crop-insurance
the-farmers-of-bhanogore-care-for-crop-insurance

વધુ વિગતો મુજબ છેલ્લા ત્રણ વખતના પાક વિમામાં અન્યાય થતાં લાલપુર તાલુકાના  ગામના ખેડૂતો તંત્ર સામે પોકાયમાન છે. અને લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારાતા તંત્ર પણ મુંઝવણમાં મુકાયુ છે. ભણગોર ગામે ચાલુ 2018-19ના વર્ષનો પાક વિમો 16.69 ટકા મળતા ખેડૂતો એકઠા થયા હતા અને રેલી કાઢી હતી. ખેડૂતોએ તંત્ર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

the-farmers-of-bhanogore-care-for-crop-insurance
the-farmers-of-bhanogore-care-for-crop-insurance
the-farmers-of-bhanogore-care-for-crop-insurance
the-farmers-of-bhanogore-care-for-crop-insurance

ખેડૂતોએ જણાવ્યા મુજબ  તાલુકાના નજીકના તાલુકા ભાણવડ, ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા તાલુકામાં સરકાર દ્વારા સરેરાશ 58 ટકા થી 85 ટકા વીમો કરવામાં આવ્યો છે. જેમાં જોઇએ તો ભણગોર ગામની નજીક સીમાડે આવેલ ગામ જેમાં જે.પી. દેવળિયા ગામમાં ચાલુ વર્ષમાં 73 ટકા વિમો કરવામાં આવેલ છે તથા કબરકા ગામમાં 61 ટકા વિમો કરવામાં આવેલ  જે જોતા ભણગોર ગામને હળહળતો અન્યાય થયેલ છે જે સ્પષ્ટ નજર સામે આવેલ છે. આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરી કોઇપણ પક્ષના ઉમેદવારને ગામમાં પ્રચાર અર્થે ફરકવા ન દેવાનો ઠરાવ પણ બેઠકમાં થયો હતો. લાલપુરના ભણગોર ગામના ખેડૂતો લાંબા સમયથી પાક વિમા પ્રશ્ર્ને સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના  આજે ગ્રામજનોએ બળદગાડામાં રેલી કાઢી હતી અને બેનરો સાથે તંત્રનો વિરોધ કર્યો હતો. આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આ મુદ્દે તંત્ર હરકતમાં આવે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

Related posts

એસ્સાર-નયારા એનર્જીના પાપે લોકોને શરીરે કાળી બળતરા

Nawanagar Time

ગુજરાત એનર્જીએ 33.88 કરોડનો ટેકસ ભર્યો!

Nawanagar Time

પૂનમબેન મોટી લીડથી દિલ્હી આવશે : પુરૂષોત્તમભાઇ રૂપાલા

Nawanagar Time

Leave a Comment