Nawanagar Time
ગુજરાત જામનગર

જમીનના વિવાદમાં નગરસેવિકાના પુત્રો સહિતનાઓનો જીવલેણ હુમલો

the-fatal-attack-of-landowners-including-the-son-of-nagarsevika-in-the-land-dispute

જામનગરના ગોકુલનગરમાં 17 વીઘા જમીન પર આરોપીઓએ બાંધકામ કરતા મૂળ માલીકે ના પાડતા હિંચકારો હુમલો : ચારની ધરપકડ : એક જ પરિવારના 12 વ્યક્તિઓને ઈજા

જામનગર:-જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવારની 17 વીઘા જમીન બાબતે નગરસેવિકાના પુત્રો સહિતના માથાભારે સખ્સોએ ધારદાર હથીયારોથી હુમલો કરી ઈજા પહોચાડ્યાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાઈ છે. સામે પક્ષે પણ કોળી સખ્સ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હત્યા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધી ચાર સખ્સોની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડમાં લીધા છે. જોકે હજુ નગરસેવિકાના માથાભારે પુત્રો સુધી હજુ પોલીસ પહોચી શકી નથી.

જામનગરમાં શનિવારે સાંજે માથાભારે સખ્સોનો આતંક સામે આવ્યો હતો. જેની વિગત મુજબ, શહેરના ગોકુલનગર વીસ્તારમાં કીમતી જમીન ધરાવતા ઇકબાલભાઇ અલારખાભાઇ શેખ જાતે મકરાણી ઉવ.45 ધંધો-મજુરી રહે. સેતાવાડ વાંઢાનો ડેલો કીસ્તી ચોક વાળા તથા તેમના પરિવાર પર મહાનગરપાલિકાના કોંગ્રેસના નગર સેવિકા મરિયમ સુમરાના માથાભારે પુત્રો અનવર કાસમ ખફી, ઇકબાલ કાસમ ખફી, અલ્તાફ કાસમ ખફી, યુસુફ ઉર્ફે બાબો કાસમ ખફી તથા હુસેન વલીમામદ ખફી, યેસુફ ઉર્ફે યુસલો ખફી, શબીર ઉર્ફે શબો ખફી, જાવિદ ઉર્ફે જાવલો મીંડી સુમરો તેમજ અન્ય સાત સખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા જીવલેણ હથીયારો ધારણ કરી હુમલો કર્યો હતો. આ વારદાતમાં ઇક્બાલભાઈનેમાથામા ગંભીર જીવલેણ ઇજા પહોચી હતી. જયારે ચાર મહિલા અને બે યુવતીઓ સહીત અન્ય અગ્યાર સભ્યોને માથા સહિતના ભાગે નાની મોટી ઈજાઓ પહોચી હતી. આ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. દિન દહાડે કરાયેલા સરાજાહેર હુમલા સમયે ગોકુલ નગર વિસ્તારમાં અફરાતફરી સાથે દોડધામ મચી ગઈ હતી. આ બનાવને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી ગયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

આ બનાવ અંગે પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 307,323,325,504,143,147,148,149 તથા જી.પી એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં આરોપીઓ દ્વારા ઇકબાલભાઈની જમીન પર ગેર કાયદેસર બાંધકામ કરતા હોવાથી આ બાંધકામ નહિ કરવાની સમાજવ્યા હતા. પરંતુ સમજવાને બદલે આરોપીઓએ જીવલેણ હુમલો કરી દીધો હવાનું જાહેર થયું છે. આ જ બનાવ અંગે સામે પક્ષે ભરતભાઇ વાઘજીભાઇ વડેચા નામના સખ્સે ફરિયાદ નોંધાવી હતી જેમાં ઇકબાલ શેખ અને તેમના ભાઈ કાસમએ ગુન્હો આઇ.પી.સી. કલમ 323, 504, 506(2), 114, જી.પી.એકટ કલમ 135(1) મુંજબ ગુનો આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે પોતાના શેઠનો પ્લોટ સાફ સુફ કરતો હતો ત્યારે  આરોપીઓ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકો વડે હુમલો કરી માર મારી પોતાને તથા અન્ય બે શખ્સોને ઈજા પહોચાડી હોવાનો આરોપ લગાવ્યો છે. સીટી સી ડીવીજન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હત્યા પ્રયાસ સબંધિત ગુનામાં સંડોવાયેલ ભરત અને યેસુફ ઉર્ફે યુસલો ખફી, શબીર ઉર્ફે શબો ખફી સહીત ચાર સખ્સોને પકડી પાડ્યા હતા. અન્ય સખ્સો સુધી પહોચવા પોલીસે તમામને કોર્ટ સમક્ષ રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

Related posts

જામનગરની જીવાદોરી ઉંડ ડેમ અળખામણો બન્યો,જામનગર જિલ્લો સંપૂર્ણપણે નર્મદા પર નિર્ભર

Nawanagar Time

હાલારમાં ર0,423 નવા મતદારો ઉમેરાયા: 7 અન્યો વધ્યા

Nawanagar Time

પાંચમા દિવસે 150થી વધારે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું, કડક સિક્યુરિટી બંદોબસ્ત

Nawanagar Time

Leave a Comment