Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

દુનિયાભરમાં ફિલ્મ ‘કેસરી’ની કમાણી 150 કરોડને વટી ગઈ

the-film-kesari-earns-over-rs-150-crore-worldwide

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કેસરી’ એ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ ભારતમાં 3600 સ્ક્રીન અને વિદેશમાં 600 સ્કીન પર રિલીઝ થઈ હતી. હજુ પણ બોક્સ ઓફિસનું કલેક્શન થમવાનું નામ નથી લઇ રહ્યું.

ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે ટ્વીટ કરીને લખ્યું છે કે સમગ્ર વિશ્વમાં ‘કેસરી’ ફિલ્મ મજબૂત બની રહી છે.

વર્ષ 2019માં સૌથી ઝડપી કમાણી કરનારી ફિલ્મ કેસરીબની

થોડા દિવસ પહેલા જોયું કે ‘કેસરી’ વર્ષ 2019ની સૌથી ઝડપી 100 કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સાત દિવસોમાં 100.01 કરોડનો બિઝનેસ કરી લીધો છે. કેસરી ફિલ્મ ગલી બોય અને ટાઇટલ ધમાલને પછાડીને આગળ નીકળી ગઈ છે.

ફિલ્મમાં બતાવેલી સારાગઢીમાં થયેલા ઐતિહાસિક યુદ્ધની સાચી વાર્તાએ દર્શકોનાં દિલ જીતી લીધાં

આ ફિલ્મ સારાગઢીમાં થયેલા ઐતિહાસિક યુદ્ધની સાચી વાર્તા પર બનાવવામાં આવી છે. તેમાં અક્ષય કુમાર વીર બહાદુર હવલદાર ઈશર સિંહનો રોલ પ્લે કરી રહ્યો છે. ઈશર સિંહ 36 શીખ રેજિમેન્ટની 21 લોકોની એક ટૂકડીના કમાન્ડર હતા. સારાગઢી આજે પાકિસ્તાનના વઝીરીસ્તાનમાં છે. જ્યાં વર્ષ 1897માં આ યુદ્ધ લડાયું હતું. તેમાં 21 બહાદુર શીખ સૈનિકોએ 10 હજાર અફઘાન સૈનિકોને ધૂળ ચટાડી દીધી હતી.

 

Related posts

ગ્રાન્ડ ફિનાલે માટે બીગ-બોસે લીધો યુ-ટર્ન

Nawanagar Time

13 વર્ષ બાદ ફરી સલ્લુ-અક્કી એકસાથે મચાવશે ધમાલ!

Nawanagar Time

અમિતાભને મળ્યા હતા માત્ર 5000 રૂપિયા

Nawanagar Time

Leave a Comment