Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ગુજરાતમાં ફાઇનલ મતદાર યાદી આવતીકાલે બહાર પડશે

the-final-list-of-voters-in-gujarat-will-be-out-tomorrow

ગાંધીનગર:-લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને ભારતનું ચૂંટણી પંચ ગુજરાતની આખરી મતદાર યાદી 31મી જાન્યુઆરીએ બહાર પાડશે. યાદી બહાર પાડવામાં વિલંબ થયો છે. જેનું કારણ એ છે કે, ઇલેક્ટોરલ મેનેજમેન્ટ  સોફ્ટવેરમાં મુશ્કેલી હતી. પરંતુ હવે તે સોલ્વ થઇ ગઇ છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે સિસ્ટમ નવી હોવાથી અગાઉ મતદાર યાદી કે જે 4થી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થવાની હતી તે મુલત્વી રાખવામાં આવી હતી. પરંતુ હવે 31મી જાન્યુઆરીએ મતદાર યાદી બહાર પાડવામાં આવશે.

લોકસભાની ચૂંટણીની તૈયારીમાં  પંચે રાજ્યમાં 67,000 ઇવીએમ મશીનોનું ચેકીંગ શરૂ કર્યું છે. તે સાથે વીવીપેટ પણ લાવવામાં આવ્યા છે. જેટલા ઇવીએમ છે તેટલા વીવીપેટ લવાયા છે. નવી મતદાર યાદીમાં મતદારો વધશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મતદારોમાં 20 થી 25 લાખનો વધારો થવા સંભવ છે. એટલે કે રાજ્યના કુલ મતદારોની સંખ્યા 4.50 કરોડ  પહોંચી શકે છે.

Related posts

આગામી દિવસોમાં ફરી વધશે તાપમાન

Nawanagar Time

રેતીની લીઝ બંધ કર્યાનું કારણ સામે આવ્યું, ગાંધીનગર સુધી થઈ ફરિયાદ

Nawanagar Time

ભાજપમાં ભડકો: ‘ઇમાનદાર’ ધારાસભ્યનું રાજીનામું!

Nawanagar Time

Leave a Comment