Nawanagar Time
નેશનલ

કુંભમાં ફરી આગ, બિહારના ગવર્નર માંડ બચ્યા

the-fire-in-the-kumbh-the-governor-of-bihar-was-barely-saved

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. અહીં ફરી એક  આગ લાગવાની ઘટના સામે આવી છે અને તેમાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને માંડ માંડ બચાવવામાં આવ્યા છે. મંગળવારે મોડી રાતે લાલજી ટંડનના ટેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને ટેન્ટ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મોડી રાતે અઢી વાગે લાલજી ટંડનના ટેન્ટમાં આગ લાગી  જોકે ઘટનામાં તેમને તો કોઈ ઈજા નથી થઈ પરંતુ તેમનો મોબાઈલ, ચશ્મા, ઘડિયાળ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. લાલજી ટંડનને રાતે સાડા ત્રણ વાગતા પ્રયાગરાજના સર્કિટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલાં પણ કુંભના મેળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના નાથ સંપ્રદાયના શીબીર ક્ષેત્રમાં આગ લાગી હતી. આ આગમાં અંદાજે 2 ટેન્ટ સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે કોઈ વ્યક્તિને કઈ નુકસાન નહતું થયું. આ સિવાય 15 જાન્યુઆરી 2019ના રોજ શરૂ થયેલા કુંભના મેળાના એક દિવસ પહેલાં જ દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી હતી.

Related posts

ફિલ્મ બાબતે હું ચુઝી બની જાઉં છું : અદા

Nawanagar Time

કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ ખાબકતા 33 લોકોનાં મોત

Nawanagar Time

BSNL હવે આર્થિક રીતે પગભર થવા માટે કરી રહી છે અનેક મથામણ, કર્મચારીઓ પર મોટું જોખમ

Nawanagar Time

Leave a Comment