Nawanagar Time
ગુજરાત જામનગર

લગ્નમાં પહેલા રાષ્ટ્રગાન મંગલ ફેરાં

the-first-nation-to-be-married-to-mangal-fera

જામનગરમાં લગ્નપ્રસંગે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી સમાજને નવો રાહ ચિંધતો વસાણી પરીવાર

જામનગર:-જામનગરમાં રાષ્ટ્રભકિતનું વધુ એક પ્રેરક ઉદાહરણ લોકોને મળ્યું છે લગ્નના તાંતણે બંધાયા પહેલા વર અને વધુએ રાષ્ટ્રગાન થકી દેશ પ્રત્યેની ફરજ અદા કરી હતી.

જામનગરના કડીયાવાડમાં વસાણી પરીવારે લગ્ન પહેલા મહેમાનોને રાષ્ટ્રગાન ગવડાવી  ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડયું છે પ્રજાસતાક પર્વના રોજ વરરાજા હરેશભાઇ વસાણી અને ક્ધયા ખુશ્બુબેન લગ્નગ્રંથીથી જોડાવવા જઇ રહયાં હતાં તે પહેલા મહેમાનોએ રાષ્ટ્રગીત ગાઇ દેશ પ્રત્યેની નૈતિક ફરજ નિભાવી હતી.

વસાણી પરીવારે રાષ્ટ્રગીતનું સમુહગાન કરી સમાજને નવી રાહ ચિંધી રાષ્ટ્ર પ્રેમ વ્યકત કર્યો છે પૂત્રના લગ્નમાં રાષ્ટ્રભાવના વ્યકત કરવા  રાષ્ટ્રગાન ગવાયા બાદ શરણાઇના સુર રેલાયા હતાં. રાષ્ટ્રગીતને મહેમાનો યજમાન સૌ સહીત સૌ કોઇએ પુરા અદબ સાથે ઉભા રહીને સન્માન આપ્યું હતું.a

Related posts

જોડિયાની સરકારી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ હોય આચાર્યની સુશોભનની ઉમદા પ્રવૃતિ

Nawanagar Time

ખિલોસ ગામે ગૌચરની જમીનમાં ખડકાયેલા દબાણ હટ્યા: 26 હેકટર જમીન ખૂલ્લી

Nawanagar Time

જામનગરમાં પિસ્તોલ-તમંચા સાથે આરોપીને દબોચી લેતી એલસીબી

Nawanagar Time

Leave a Comment