Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં માફીયાઓ બેખૌફ, બે ઉપર તૂટી પડ્યા

the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two

ભીડભંજન મંદિર નજીક પૈસાની ઉઘરાણી મામલે શખસોએ પાઈપ, ધોકા, સોડા બૉટલ સાથે આતંક મચાવ્યો: ઘટના સીસી ટીવીમાં કેદ

જામનગર:-જામનગરમાં ગત મોડી રાત્રે ભીડભંજન મંદિર નજીક આવેલ ધાર્મિક જગ્યાના પરિસરમાં તીક્ષ્ણ હથિયાર સાથે ઘુસી આવેલ નામચીન સહિત એકાદ ડજન સખ્સોએ બે યુવાનો પર જીવલેણ હુમલો કરી નાશી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ  અશાંતિ ન ઉભી કરે તે હેતુ થી પોલીસના ધાડા ઘટના અને હોસ્પિટલ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યા હતા. ઘવાયેલા બે પૈકી એક યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. પોલીસે નામચીન સખ્સ સહિતના એકાદ ડજન અજાણ્યા સખ્સો સામે હત્યા પ્રયાસ અને રાયોટીંગ સંબંધિત ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે. પૈસાની લેતીદેતી બાબતે  મનદુખને લઈને હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરમાં રવિવારે રાત્રે અગ્યારેક વાગ્યે ભીડભંજન મંદિર નજીક આવેલ ગંગેશ્વર મંદિર પરિસરમાં માથાકૂટ થવા પામી હતી. નામચીન હારુન આંબલીયા ઉર્ફે અલુ પટેલ સહીતના એક ડજન સખ્સો તલવાર- છરી અને સોડા બાટલીઓ સાથે મંદિર પરિસરમાં ઘુસી આવ્યા હતા અને ગંભીરસિંહ તેમજ  નામના બંને વ્યક્તિઓ પર તૂટી પડ્યા હતા. પ્રથમ સોડા બાટલીઓના છુટા ઘા મારી અંદર આવેલ સખ્સોએ બંને યુવાનોને ઘેરી લઇ તીક્ષ્ણ હથિયારોથી ચો તરફો હુમલો કર્યો હતો, જેમાં બંનેને માથા, હાથ પગ અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોચી હતી આ ઘટનાને પગલે બંને ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે  સખ્સ સહિતના અજાણ્યા સખ્સો વારદાતને અંજામ આપી નાશી ગયા હતા. આ બનાવની જાણ થતા સીટી બી ડીવીજન. એલસીબી, એસઓજી પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two
the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two

 

the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two
the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two

 

the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two
the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two

 

the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two
the-forgers-in-jamnagar-beckhauf-broke-down-on-two

મોડી રાત્રે ઘટેલી ઘટના છતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ ઘટના મોટુ રૂપ ધારણ ના કરે અને સાંપ્રદાયિક હિંસાનું નિમિત  બને તે અર્થે પોલીસે મંદિર પરિશર અને હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે મંદિર પરીશરના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. જેમાં હથિયાર અને સોડા બોટલો સાથે મંદિર પરિસરમાં આવતા અને મારામારી કરતા સખ્સો આબાદ કેદ થઇ ગયા જોવા મળ્યા છે. ઘવાયેલ ગંભીરસિંહને પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં  હતો. આ બનાવ અંગે દેવેન્દ્રસિંહ ધીરુભા જાડેજાએ સીટી બી ડીવીજન પોલીસમાં આરોપી હારુન આંબલીયા ઉર્ફ અલુ પટેલ અને તેની સાથેના અજાણ્યા બારેક સખ્સો સામે બંને ઘાયલોની હત્યા નીપજવવાના પ્રયાસ, મારામારી અને રાયોટીંગ સબબ ફરિયાદ નોંધાવી હતી. ગત રાત્રે મંદિર પરિસરમાં ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાવિકો એકત્ર થયા  આ કાર્યક્રમમાં ઘવાયેલ ગંભીરસિંહ પણ આવ્યા હતા. આરોપી અલુ પટેલ તેની પાસેથી પૈસા માંગતો હોવાથી અને ઘાયલ યુવાને પૈસા આપવાની ના પાડી દેતા આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ ઘટના અંગે નાશી ગયેલા આરોપીઓના સગળ મેળવવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Related posts

સિક્સરના બેતાજ બાદશાહ સલીમ દુરાનીનો જન્મદિવસ ઉજવાયો

Nawanagar Time

જામનગરમાં ધનવન્તરિ રથ બાદ ધનવન્તરિ રીક્ષા..

Nawanagar Time

આધારકાર્ડ સુધારા-વધારા માટે અરજદારોનો ધસારો

Nawanagar Time

Leave a Comment