Nawanagar Time
ગુજરાત નેશનલ

રાજકીય સન્માન સાથે વીર શહીદોના અંતિમ સંસ્કાર

the-funeral-of-the-heroes-martyred-with-political-honor

આતંકવાદીઓને વીણી-વીણીને સાફ કરીશું-મોદી: આતંકવાદી હુમલા સંદર્ભે સર્વપક્ષીય બેઠક યોજાઈ

નવી દિલ્હી:-પુલવામામાં ફિદાયીન હુમલા બાદ શહીદ થયેલાં સીઆરપીએફના 40 જવાનોના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. શુક્રવારે જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ  શ્રદ્ધાંજલિ આપી અને તેમના પાર્થિવ દેહની પરિક્રમા કરી હતી. એરપોર્ટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કેટલાંક કેન્દ્રીય મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં વીર શહીદોના માદરે વતનમાં રાજકિય માન-સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.  પુલવામા હુમલા સંદર્ભે  સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી છે. જેમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ તમામ પક્ષોને પુલવામા હુમલાની ઘટનાથી વાકેફ કરાવશે. આ બેઠકમાં જવાનોની શહાદત અંગે મૌન પાળવામાં આવી શકે છે તેમજ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્રના યવતમાલમાં આજે વડાપ્રધાન મોદીએ પુન: દોહરાવ્યું હતું કે, બલિદાન એળે નહીં જાય,  વીણી-વીણીને સાફ કરીશું.

શહીદ 40 જવાનોના પાર્થિવ દેહને શુક્રવારે દિલ્હી લગાવવામાં આવ્યા હતા. દરમિયાન શ્રીનગરની મુલાકાતે ગયેલા ગૃહ મંત્રી રાજનાથ સિંહે જવાનોના પાર્થિવ દેહને કાંધ પણ આપી હતી. દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે જવાનોના પાર્થિવ શરીરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નતમસ્તક થઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

the-funeral-of-the-heroes-martyred-with-political-honor
the-funeral-of-the-heroes-martyred-with-political-honor

પુલવામા હુમલાને લઈને સર્વપક્ષીય બેઠક  ગૃહ મંત્રી રાજનાથ સિંહના ઘરે વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ છે. આતંકી હુમલા અંગે સીઆરપીએફને મળેલી માહિતીથી ગૃહ મંત્રીને અવગત કરાવવામાં આવી રહ્યા છે.

the-funeral-of-the-heroes-martyred-with-political-honor
the-funeral-of-the-heroes-martyred-with-political-honor

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં કાયરતાભર્યા કૃત્યમાં શહીદ થયેલા 40 જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. દેશના તમામ લોકોમાં માતમનો માહોલ જોવા મળે છે અને  બદલો લેવા માટે સૌનું લોહી ઉકળી રહ્યું છે. લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. ઠેર ઠેર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ અને રેલીનું આયોજન કરાયું છે.

the-funeral-of-the-heroes-martyred-with-political-honor
the-funeral-of-the-heroes-martyred-with-political-honor

Related posts

OMG: કિયારાને પ્રેગનન્ટ થવું છે!

Nawanagar Time

AIIMSમાં અરુણ જેટલીની સ્થિતિ ગંભીર, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર સારવાર

Nawanagar Time

આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

Nawanagar Time

Leave a Comment