Nawanagar Time
સ્વાદ પકવાન

સાદા રાઈસ કે સિમ્પલ ફ્રાઈડ રાઈસ કરતા પણ વધુ ટેસ્ટી છે આ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ…

the-garlic-vegetable-fried-rice-simple-plain-rice-is-more-tasty-than-fried-rice

જો તમને ભૂખ લાગી છે અને તમે કંઈક ઈંસ્ટૈટ બનાવવા માંગો છો તો તમારે માટે છે આ સ્વાદિષ્ટ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ.

સામગ્રી:-

  • બે ગાજર (ટુકડામાં સુધારેલું)
  • લસણની 15-20 કળી (ઝીણી સુધારેલું)
  • કોબીજ 50 ગ્રામ (ઝીણુ સુધારેલું)
  • અડધુ શિમલા મરચુ (ટુકડામાં કાપેલુ)
  • એક ચોથાઈ ચમચી વિનેગર
  • વાટકી એક બાફેલા ચોખા કે ભાત
  • તેલ જરૂરિયાત મુજબ
  • મીઠુ સ્વાદમુજબ

બનાવવાની રીત:-

સૌ પહેલા મીડિયમ તાપ પર એક પૈનમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થતા જ લસણ ગાજર કોબીજ અને શિમલા મરચુ નાખીને ચમચાથી ચલાવતા સેકો.

શાકભાજીઓ થોડી બફાય ત્યારબાદ તેમા ભાત સારી રીતે મિક્સ કરીને મીઠુ ઉમેરો. થોડુ વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી લો અને બે મિનિટ પછી તાપ બંધ કરી દો.

આમ તૈયાર છે, વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ.  આને અથાણા કે રાયતા સાથે ગરમાગરમ સર્વ કરો.

Related posts

આજ કુછ નયા ટ્રાય કિયા ક્યા ???? ઘરે બનાવો વેજીટેબલ ગાર્લિક ફ્રાઇડરાઇસ…

Nawanagar Time

ખીરાની ઝંઝટ વગર જ માત્ર 15 મિનિટમાં ઘરે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવો

Nawanagar Time

ગરમીમાં ઠંડક મેળવવા પીઓ ગ્રીન મસાલા છાશ

Nawanagar Time

Leave a Comment