Nawanagar Time
બિઝનેસ

સોના-ચાંદીની ખરીદીનો સુવર્ણ અવસર, છેલ્લા બે દિવસમાં આટલા ઘટ્યા ભાવ

the-golden-opportunity-of-gold-and-silver-shopping

નબળા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક વેપારીઓની ખરીદીમાં સાવધાનીને પરિણામે સોનાચાંદી બજારમાં સોનું 1૦ ગ્રામે રૂ. 37૦ ઘટી રૂ. 33,77૦ થયું હતું. ઓદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોની માગ ઘટવાથી ચાંદીનો ભાવ એક કિલોએ રૂ. 7૩૦ તૂટી રૂ. ૩9,950 થયો હતો.

વેપારીઓએ જણાવ્યું હતું કે ડોલર મજબૂત થવાને પરિણામે વિદેશી બજારોમાં સોનાના ભાવને અસર થઈ છે. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1.52 ટકા ઘટી એક ઔંસના 1,293.9૦ ડોલર થયો હતો.

સ્થાનિક બજારમાં 99.9 ટચ અને 99.5 ટચ સોનાનો 1૦ ગ્રામનો ભાવ રૂ. 310 ઘટી અનુક્રમે રૂ. ૩૩,770 અને રૂ. ૩૩,600 થયો હતો. છેલ્લાં બે દિવસમાં સોનાના ભાવમાં રૂ. 570 ઘટયા છે. જોકે, આઠ ગ્રામની ગીનીનો ભાવ રૂ. 26,5૦૦ ઉપર ટકી રહ્યો હતો.

હાજર ચાંદીનો ભાવ રૂ. 7૩૦ ઘટી એક કિલોના રૂ. ૩9,950 થયો હતો. ચાંદીની સાપ્તાહિક ડિલિવરીનો ભાવ રૂ. 840 તૂટી એક કિલોના રૂ. 38,3૦૦ થયો હતો. જોકે, ચાંદીના 1૦૦ સિક્કાની લેવાલીનો ભાવ રૂ. 81,૦૦૦ અને વેચવાલીનો ભાવ રૂ. 82,000 જળવાઈ રહ્યો હતો.

Related posts

શેરબજારમાં અફડા-તફડી વચ્ચે તેજી તરફી માહોલ યથાવત રહેશે

Nawanagar Time

ગુરુગ્રામ યુનિટ ખાતે મારુતિ સુઝુકી ગાડીઓ બનાવાવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરાશે

Nawanagar Time

2019માં સૌથી ઊંચા સ્થાનને રહેશે રૂપિયો,આ બનશે સૌથી મોટું કારણ….

Nawanagar Time

Leave a Comment