Nawanagar Time
બિઝનેસ

સરકાર BOBમાં 5042 કરોડ રૂપિયા ઠાલવશે

the-government-will-throw-rs-5042-crore-in-the-bob

બીઓબી સાથે દેના બેંક અને વિજયા બેંકનું જોડાણ 1 એપ્રિલથી અસરકારક બનશે

જયા બેંકના શેરધારકોને દરેક 1000 શેર દીઠ બીઓબીના 402 ઇક્વિટી શેર મળશે

સરકારે બેન્ક ઓફ બરોડા સાથે અન્ય બે જાહેર ક્ષેત્રની બેન્ક દેના બેન્ક અને વિજયા બેંકના વિલિનીકરણ પહેલાં રાજ્યની માલિકીની બેંક ઓફ બરોડામાં 5042 કરોડ રૂપિયા ઠાલવશે તેવો નિર્ણય લીધો છે. બીઓબી સાથે દેના બેંક અને વિજયા બેંકનું જોડાણ 1 એપ્રિલથી અસરકારક રહેશે.

નાણામંત્રલયે તેના જાહેરનામા દ્વારા બીઓબીમાં 5042 કરોડ રોકાણ કરવાનો નિર્ણય કર્યો હોવાનું એક બેંકે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન સરકારના રોકાણ તરીકે, ઇક્વિટી શેરની પસંદગીના ફાળવણી દ્વારા કરવામાં આવશે.

અમાલગમેશન યોજના મુજબ વિજયા બેંકના શેરધારકોને દરેક 1000 શેર માટે બીઓબીના 402 ઇક્વિટી શેર મળશે. દેના બેન્કના કિસ્સામાં તેના શેરધારકોને બીઓબીના દરેક 1000 શેર માટે 110 શેર મળશે.

Related posts

હિંદુજા બંધુ સતત ત્રીજીવાર બ્રિટનના રિચ લિસ્ટમાં ટોપ પર, જાણો કેટલી થઇ સંપત્તિ

Nawanagar Time

જો સદ્ધર થવું હોય તો નાણાંનું મૂલ્ય સમજો

Nawanagar Time

FDI માટે રેડ-કાર્પેટ, શું વૈશ્વિક રોકાણકારો ભારતીય અર્થતંત્રને મજબુત બનાવશે?

Nawanagar Time

Leave a Comment