Nawanagar Time
ગુજરાત જામનગર

ટેકાના ભાવની મગફળીના નાણાં ચૂકવવામાં સરકારના ઠાગાઠૈયા

the-governments-repatriation-to-support-peanut-money-in-support-prices

ઓનલાઈન ખરીદી બાદ પંદર દિવસમાં પેમેન્ટ ચૂકવવાના સરકારના દાવા હવામાં

જામનગર:-રાજ્ય સરકાર દ્વારા મગફળીની ઓનલાઇન ખરીદી કરી પંદર દિવસમાં પેમેન્ટ ચુકવવાના દાવા કરવામાં આવે છે. પરંતુ તેનાથી ઉલટુ રાજ્યભરમાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદયા બાદ સરકાર દ્વારા નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

હાલમાં ખેડૂતો સરકારને ટેકાના ભાવે મગફળી આપી ભારે હૈયે રડી રહ્યા છે. જોકે મગફળી આપ્યાના બે મહિના વિતી ગયા છતા હાલ સુધી અનેક ખેડૂતોને કોઇ પેમેન્ટ આપવામાં આવ્યું નથી. તે ઉપરાંત એકપણ અધિકારી ચોક્કસ જવાબ ન આપતા ખેડૂતોમાં મૂંઝવણ ઉભી થઇ છે. જો કે, ખેડૂતો આ મુદ્દે કોઇ સ્થાનિક અધિકારીને ફરિયાદ કરે તો તેને જિલ્લામાં ફરિયાદ કરવા જણાવવામાં આવે છે જ્યારે કે જિલ્લાના અધિકારીઓ આ અંગે ગાંધીનગર ફરિયાદ કરવાનું જણાવી એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. પરંતુ કોઇ પણ અધિકારી ખેડૂતોનું ફસાયેલું પેમેન્ટ ક્યારે મળશે તે જણાવતા નથી.

હદ તો ત્યારે થાય છે જ્યારે જિલ્લાના એક મુખ્ય અધિકારીએ ખેડૂતોને પોતાની મગફળી પાછી લઇ જવાનું જણાવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અને હાલ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોના પેમેન્ટ અટવાતા મુશ્કેલીમાં મૂકાયા છે. માત્ર વેરાવળના જ 200 ખેડૂતો તંત્રની ભૂલના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે ખેડૂતોને મગફળીનું પેમેન્ટ ક્યારે મળશે તે જોવું રહ્યું.

Related posts

પાકવીમો-ટેકાના ભાવ સહિતના મુદ્દે લાલપુરમાં આવેદન આપતી કોંગ્રેસ

Nawanagar Time

ગુજરાત પ્લાંટમાં 2020 સુધીમાં ત્રીજી એસેમ્બ્લિંગ લાઇન શરૂ થઈ જવાની ધારણા

Nawanagar Time

બેડેશ્વેર ઓવરબ્રિજથી બેડી બંદર સર્કલ સુધીના રસ્તાને નવો બનાવો

Nawanagar Time

Leave a Comment