Nawanagar Time
રાજકોટ

રાજકોટની હૈયું કંપાવતી ઘટના : 5 વર્ષની ઉમરના બાળકનું મળ્યું કપાયેલું માથું…

tantrik-nawnagartime

રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી  5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી  5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકનું માથુ મળી આવતા લોકોમાં ફડક પણ પેસી છે. બાળકની ઓળખ અને તેના પરિવારજનો વિશે પોલીસે પુછપરછ ચાલુ કરી છે. બી ડીવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.

બાળકના કપાયેલા માથામાંથી આંખો કાઢી લીધી હોવાનું સામે આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં આ વાત વાયુ વેગે પ્રસરી જતા ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડ દ્વારા આજી નદીમાં સર્ચ કરવામાં આવ્યું છે. બાળક પર તાંત્રિકવિધિ કરવામાં આવી હોવાની શક્યતા હોઇ શકે છે. B ડિવિઝન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે આવી પહોંચી છે.

અને બાળકનો બીજા અંગો પણ આસપાસ હોવાની આશંકા સેવાઇ રહી છે. બાળકના માથામાં આંખોને નીકાળી લેવામાં આવી છે. જેથી લાગે છે કે બાળક પર કોઇ તાંત્રીક વિધી કરાઇ હશે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંધ શ્રદ્ધામાં બાળકની બલી ચડાવી હોવાની શંકાથી પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું અંધશ્રદ્ધાની આડમાં લેવાયો બાળકનો ભોગ ?શું બાળકની બલિ ચઢાવી માથુ ફેંકી દેવાયું ? આખરે કોણ છે માસુમના હત્યારા ? શા માટે માસુમની ચઢાવાઈ બલિ?

Related posts

સૌરાષ્ટ્ર પર મેઘકૃપા થતા ખેડૂતો ખુશ, 13 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ

Nawanagar Time

સૌરાષ્ટ્ર યુનિર્વસિટીમાં ખાલી પડેલી 36 ટિચિંગ પોસ્ટ ભરાશે, રીપોર્ટ તૈયાર થશે

Nawanagar Time

આજથી પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી..

Nawanagar Time

Leave a Comment