Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના, કારની ઠોકરે યુવાનનું મોત

the-hit-and-run-incident-on-the-khambhaliya-highway-the-young-man-stabbed-the-car

વહેલી સવારે છાપાના વિક્રેતાને હડફેટે લઇ ફરાર થનાર કાર ચાલકની શોધખોળ

ખંભાળિયા:-ખંભાળિયામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જામનગર હાઇવે પર છાપાના વિક્રેતાને હડફેટે લઇ સ્થળ પર મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક  ફરાર થઇ જતાં પોલીસ ફરિયાદ થઇ છે.

વિગતો મુજબ ખંભાળિયાના જામનગર હાઇવે પર આજે વહેલી સવારે વર્તમાન પત્રોનું વિતરણ કરવા નિકળેલા સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ નામના યુવાનને અજાણી મોટરકારે હડફેટે લીધા હતાં. આ ઘટનામાં સલીમભાઇને ગંભીર ઇજા પહોચતા સ્થળ પર મોત નિપજ્યું હતું. સલીમભાઇનું મોત નિપજાવી વાહન ચાલક ફરાર થઇ ચૂકયો છે. વર્તુળો પાસેથી મળતી વિગતો મુજબ સલીમભાઇને ઠોકરે લેનાર સેન્ટ્રોકાર રાજકોટ પાર્સીગની હતી. સ્થળ પર જ સલીમભાઇનું મોત નિપજી ચુકયું હતું. મૃતદેહને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. મૃતક સલીમભાઇને સંતાનમાં એક દિકરો અને બે દિકરીઓ હોવાનું જાણવા મળેલ છે. ઘરના મોભીના મૃત્યુથી હસતો રમતો પરિવાર વિખાય ગયો છે.

Related posts

ધો. 12 સાયન્સનું આવતાં અઠવાડિયે પરિણામ: વિદ્યાર્થીઓમાં આતૂરતા

Nawanagar Time

ઠેબા ગામે લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

Nawanagar Time

બુધવારે મધ્યરાત્રીએ ત્રાટક્શે ‘વાયુ’, અધિકારીઓને સ્ટેન્ડ ટુનો આદેશ

Nawanagar Time

Leave a Comment