Nawanagar Time
ગુજરાત જામનગર

ઘોડા પકડવામાં ‘ગધેડા’ કરતું તંત્ર..!

the-horse-carrying-donkey-in-the-horses

જામનગર:-જામનગરમાં  જુદા જુદા વિસ્તારોમાં જેમ ઢોર પકડવામાં અખાડા થાય છે તેમ ઘોડા  પણ તંત્ર ‘ગધેડા’ કરતું રહે છે તેવી અમુક બાબતો સામે આવી છે. જામ્યુકોના બજેટમાં પશુઓ પકડવામાં આવે તેના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ  રૂા.1000 ઘોડાના, રૂા.500 ટમટમ ગાડીના, રૂા.200 ઘોડાનો નિભાવ ખર્ચ વસુલવાનો રહે છે તેવી જ રીતે હાથીના રૂા.5 હજાર, ઊંટના રૂા.1500, ગધેડા, ભુંડના રૂા.500, બળદ-ખુટિયાના  ગાયના રૂા.100, ઘેટા-બકરાના રૂા. 60, ભેંસ-પાડાના રૂા.90 ચાર્જ તેના માલિક પાસેથી વસુલવામાં આવે છે પરંતુ દરેક વખતે આ જોગવાઇઓનું સંપૂર્ણ પાલન થતું નથી. તે માટે ઢોરના ડબ્બા અને એસ્ટેટની અમુક જાંબાજો પોતાની થીયરી પોતાનું બજેટ અને પોતાની મનસુફી ચલાવતા રહે છે.

ખાસ કરીને જામનગરમાં ડીકેવી પાસે, ગુરૂદતાત્રેય મંદિર વિસ્તાર,  પાળ સહિતના વિસ્તારોમાં ઘોડા અને ઘોડા ગાડીઓના ઝુડ હોય છે. બાળકો તો સ્વાભાવિક છે. કે તેમને નવીન લાગે માટે આકર્ષાય પરંતુ આ ઘોડાઓથી ટ્રાફીક અડચણ, અકસ્માત, ઝઘડા વગેરે થતાં હોવા છતાં દર વખતે ઘોડા પકડવાના બદલે તંત્ર ‘ગધેડો’ કરે છે.

the-horse-carrying-donkey-in-the-horses
the-horse-carrying-donkey-in-the-horses
the-horse-carrying-donkey-in-the-horses
the-horse-carrying-donkey-in-the-horses
the-horse-carrying-donkey-in-the-horses
the-horse-carrying-donkey-in-the-horses

હપ્તા માંગે… નહીં તો 6 હજાર દંડ કરે

અમુક ધોડા વાળાઓ એવી ચર્ચા કરતાં સાંભળવા મળે છે કે ઘોડાનો દંડ રૂા.1000 છે અને ઘોડા ફેરવવા હોય તો રોજના રૂા.500 ઘોડા દીઠ હપ્તા માંગે છે અને જો હપ્તે આપવાના ન આવે તો રૂા.6 હજાર (મનસુફી)થી દંડ કરાય છે જો કે અમુક ઘોડા ચલાવનારાઓની સીધી ‘લીંક’ છે તેને અનટચ રખાય છે  જોહુકમીના પરવાના પણ ધરાવે છે.

Related posts

સેનાના ભરતી મેળામાં બેરોજગારોનો રાફડો

Nawanagar Time

થાવરિયા નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રના કરૂણ મોત

Nawanagar Time

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચારને ઈજા

Nawanagar Time

Leave a Comment