Nawanagar Time
ગુજરાત જામનગર

ઘોડીપાસાની મીની કલબ ઝડપાઇ

the-horsehip-mini-club-is-captured

11 શખ્સોની ધરપકડ: રૂા.2.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી એલસીબી

જામનગર:-જામનગરમાં ઘોડીપાસાના જુગારની મીની કલબ ઉપર એલસીબીએ દરોડો પાડયો છે. આ દરોડામાં 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રૂા.2.15 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

વિગતો મુજબ જામનગરના શંકરટેકરી, રજાનગર ખાતે ગફારના મકાનની પાછળ ખરાબાની જગ્યામાં ઘોડીપાસાનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીનો સ્ટાફ ત્રાટકયો હતો. આ દરોડામાં પોલીસે અનવર ઉર્ફે અનુબાપુ આમદમીયા ફકીર (રહે. શંકરટેકરી), રવજી નારણ કોળી (રહે. શંકરટેકરી), હબીબ હારૂન સંધી (રહે. હુશેની ચોક), મહેશ છગન ધંધુકીયા (રહે. પવનચક્કી, બાવાવાડ), જાકીર  સિપાઇ (રહે. ધરારનગર), બશીર આમદ સુમરા (રહે. સુમરાચાલી), મુસ્તુફા કાસમ ખીરા (રહે. હર્ષદ મીલની ચાલી), કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા (રહે. સુભાષપરા શેરી નં.2), ઇકબાલ ઇસ્માઇલ ખફી (રહે. મસીતીયા, જુમા મસ્જીદની બાજુમાં), અકબર જુમા ખફી (રહે. મસીતીયા ગામ) અને ગફાર હસન સરવાણીયા (રહે. શંકરટેકરી)ની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વિગતો મુજબ  આ દરોડામાં રૂા.2.15 લાખની રોકડ કબ્જે કરી હતી. દરોડામાં એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ અને અજયસિંહ ઝાલા સહિતનો કાફલો જોડાયો હતો.

 

Related posts

ચેલા એસઆરપીના કર્મચારીને ઉપરી અધિકારીના ત્રાસથી રાજીનામાની આજીજી!

Nawanagar Time

સંવેદનશીલ મતદાન કેન્દ્રોમાં 100%નો વધારો

Nawanagar Time

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા ઓપન જામનગર વિવિધ સ્પર્ધા યોજાઈ

Nawanagar Time

Leave a Comment