Nawanagar Time
ગુજરાત જામનગર

ગેરકાયદેસર બાંધકામ તોડવામાં ટીપી એસ્ટેટનું ચલક ચલાણું

the-illegal-execution-of-the-tp-estate-in-the-construction-of-the-illegal-construction

વર્ષ 2015થી 2018 દરમિયાન કુલ 144 આસામીઓને 260-1 અને 260-2ની નોટીસ અપાઇ પરંતુ દબાણ હટાવવામાં શરમ કા વહીવટ નડે છે

જામનગર:-જામનગર શહેરમાં મહાનગર પાલિકાના ટાઉન  વિભાગનું જાણે કોઇ અસ્તિત્વ જ ન હોય તે રીતે ગેરકાયદેસર બાંધકામોનો રીતસર રાફડો ફાટ્યો છે નાણાંના જોરે લોકો ટાઉન પ્લાનીંગ નિયમોનો ઉલાળ્યો કરી અંદરના વિસ્તારો તો ઠીક મુખ્ય માર્ગો ઉપર પણ બેખૌફ બનીને મન પડે તેવાં આડેધડ બાંધકામ ખડકી રહ્યા છે તો બીજી તરફ માત્ર કામગીરી દેખાડવા માટે ટાઉન  વિભાગ બી.પી.એમ.સી. એકટની જોગવાઇ અનુસાર 260-1 અને 2 ની નોટીસ આપી સંતોષ માની રહ્યું છે.

શહેરમાં ગેરકાયદે બાંધકામનો રીતસર બિઝનેસ શરૂ થયો છે આ ગોરખધંધામાં મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનીંગ વિભાગ, એસ્ટેટ વિભાગ તો જવાબદાર છે જ સાથે- સાથે વગદાર રાજકીય લોબી પણ એટલી જ જવાબદાર છે. જુદા-જુદા વિસ્તારમાં જી.ડી.સી.આર.ના નિતી  નેવે મુકી શકય ન હોય તેવાં બાંધકામો કરવામાં આવે છે અને બાદમાં જે તે વિસ્તારના જાગૃત નાગરિકો ફરિયાદ કરે તો બી.પી.એમ.સી. એકટની કલમ 260-1 મુજબ આવા ગેરકાયદેસ બાંધકામને નોટીસ ફટકારી કામગીરી કરી હોવાનું નાટક કરવામાં આવે છે.

આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા  2015 થી વર્ષ 2018 દરમ્યાન શહેરના ચાંદિબજાર, ખોજાનાકા, ઉમીયાનગર, લીમડા લાઇન, કાલાવડ નાકા બહાર, લાલપુર રોડ, મારૂ કંસારા વાડીની આસપાસનો વિસ્તાર, દરબારગઢ રોડ, સંગમ બાગ વિસ્તાર, ભોયવાડો, ઘાંચીની ખડકી, માંડવી ટાવર, નાગનાથ ગેઇટ, ખારવા ચકલો, જુની શત્રુશલ્ય ટોકીઝ પાસે, સુભાષ માર્કેટ પાસે, પંચેશ્ર્વર ટાવર પાસે, લંઘાવાડનો ઢાળીયો, લીંડી બજાર,  સુમેર કલબ રોડ, નવી મચ્છીપીઠ, ખોડિયાર કોલોની, એમ્યુઝમેન્ટ પાર્કની બાજુવાળો વિસ્તાર સહિત કુલ મળીને 144 આસામીઓને ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે. વધુમાં આ 144 આસામીઓ પૈસા 62 આસામીઓ તો એવા છે જેઓ ટાઉન પ્લાનીંગ વિભાગની બી.પી.એમ.સી. એકટની કલમ 260-2 ને ઘોળીને પી ગયા છે. બીજી તરફ  ટાઉન વિભાગ દ્વારા ફકત અને ફકત નોટીસ આપી કામગીરી કર્યાનો જણાવાઇ રહ્યું છે અને આ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી એસ્ટેટ વિભાગનું કહી જવાબદારી ખંખેરવામાં આવી રહી છે હકિકતમાં નીતિ નિયમ વિરૂદ્ધના બાંધકામો તોડી પાડવામાં ટાઉન પ્લાનીંગ વિભાગની મહત્વની જવાબદારી છે છેલ્લા ત્રણ વર્ષથી ટી.પી.ઓ દ્વારા જામનગર શહેરમાં દિનપ્રતિદિન વધી  ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાને બદલે ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે.

દબાણ તોડવા એસ્ટેટને લીસ્ટ આપ્યું છે

જામનગર શહેરમાં વર્ષ 2015 થી 2018 દરમ્યાન કુલ 144 આસામીઓને બી.પી.એમ.સી. એકટની કલમ 260-1 મુજબ નોટીસ ફટકારવામાં આવી છે જે પૈકી 62 આસામીઓ દ્વારા જામનગર મહાપાલિકાની 260-1ની નોટીસ મળવા છતાં ગેરકાયદેસર બાંધકામ  ચાલુ રાખતાં આ બાંધકામ દુર કરવા 260-2ની નોટીસ ફટકારવામાં આવી હોવાનું અને આવા દબાણો દુર કરવા એસ્ટેટ વિભાગને લીસ્ટ સુપરત કર્યું છે.

                                        – ઇન્ચાર્જ ટી.પી.ઓ. ઉર્મીલ દેસાઇ

ટાઉન પ્લાનીંગ વિભાગ સાથે રહે તો દબાણ તુટે

જામનગર મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાને બદલે આવા દબાણો પ્રત્યે આંખ મિચામણા કરવામાં હોવાની વાત જગજાહેર છે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગે સત્તાવાર રીતે દબાણ કરતાં હોવાનું લીસ્ટ એસ્ટેટ વિભાગને સોંપ્યું છે પરંતુ એસ્ટેટ વિભાગ કહે છે હાલ અમને ચૂંટણી ફરજમાં મુકયા છે. અને જો ટાઉન પ્લાનીંગ વિભાગ અમારી સાથે રહે અને કહે કે, અહિંથી બાંધકામ દૂર કરો એટલે દબાણો દૂર થાય.

                                          -એસ્ટેટ અધિકારી  નિલેશ સોલંકી

Related posts

જામનગર ગ્રામ્યના પાંચ ગામોને વીજ સમસ્યામાંથી છૂટકારો આપવા માંગ

Nawanagar Time

એક તરફ પૂરતા ક્વાટર્સ નથી ત્યાં અહી સરકારી વસાહતમાં રેકોર્ડરૂમ બની ગયો

Nawanagar Time

ક્યાંય આશરો ન મળતા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફરીથી ગરીબ પરિવારોનો પડાવ

Nawanagar Time

Leave a Comment