Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો રિઝર્વ રાખવા આદેશ

the-jamnagar-district-reservoirs-reserve-the-amount-of-water-reserve-order

જળાશયોમાંથી પાણીચોરી અટકાવવા અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું : નવા બોર શારવા પર પ્રતિબંધ

જામનગર :-જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, ફૂલઝર-1 તથા ફૂલઝર ડેમમાં પાણીનો જથ્થો સમગ્ર વર્ષની જરૂરિયાતના પ્રમાણમાં ઓછો છે  દિન-પ્રતિદિન ઘટતો જાય છે અને આવનાર આગામી દિવસોમાં પાણીની અછત અનુભવાશે જેથી આ ડેમોના પીવાના પાણીનો જથ્થો પીવાના હેતુ માટે રિઝર્વ રાખવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પાણીની વિકટ બનતી જતી સુવ્યવસ્થિત કરવા તથા પાણીના જથ્થાને બગડતો અટકાવવા, ચોરી અટકાવવા તથા અમુક વ્યક્તિ દ્વારા ડીઝલ એન્જીનો મૂકીને પાણીનો  થતો અટકાવવા કાર્યપાલક ઈજનેર, સિંચાઇ વિભાગ તરફથી ઉંડ-1, સસોઇ, ફૂલઝર-1 તથા ફૂલઝર(કો.બા.) ડેમનું પાણી પીવા માટે રીઝર્વ રાખવા મળેલ દરખાસ્તના ભાગરૂપે જળાશયોમાંથી તથા તેની પસાર થતી કેનાલોમાંથી કોઇ વ્યકિતઓએ પંપ દ્વારા, ટેન્કર દ્વારા અગર બીજા કોઇ સાધનો દ્વારા પાણી ભરવુ નહી, લઇ જવુ નહીં, સિંચાઇ માટે ખેંચવુ નહી, અન્ય  ઉપયોગમાં લેવુ નહીં, ડેમમાં અપસ્ટ્રીમ સાઈડમાં કોઈએ એન્જીનો મુકી પાણી ખેંચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ ઉપરાંત ડેમની હદથી 500 મી.ની ત્રિજયામાં નવા બોર કરવા નહી, નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મુકવા નંહી, કોઇ રીતે પાણી ખેંચવુ નહી તથા આ વિસ્તારનાં ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્શીબલ પંપનું પાણી કોઇપણ  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાની પરવાનગી લીધા સિવાય વેચાણ કરી શકશે નહીં કે કરાવી શકશે નહીં અને ડેમ સહિતના આજુબાજુના 1 કિ.મી. વિસ્તારમાં ચાલુ ઉદ્યોગો, બોરીંગ, ડીપવેલ, સબમર્શીબલ દ્વારા પાણી ખેંચી, વપરાશ કરતા હોય તેવા ઉદ્યોગોએ દિવસ-8માં વિગતો કમિશ્નર મહાનગરપાલિકને રજૂ કરવાની રહેશે.

Related posts

શાકંભરી નવરાત્રિ નિમિતે મા હરસિદ્ધિને શાકભાજી ધરાયા

Nawanagar Time

જિલ્લામાં ધો.9 અને ધો.10માં શિક્ષણનું સ્તર તળિયે! અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી

Nawanagar Time

જામનગર જિલ્લામાં ઠંડીમાં આંશિક રાહત: લઘુત્તમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો

Nawanagar Time

Leave a Comment