Nawanagar Time
ગુજરાત જામનગર

એડવોકેટ ઉપર હુમલો થતાં એસપીને રજૂઆત કરતું વકીલ મંડળ

the-lawyer-representing-the-sp-who-attacked-the-advocate-on-the-attack

આઇપીસી કલમ 326નો ઉમેરો કરી ઝડપી કાર્યવાહી કરવા માંગણી

જામનગર:-જામનગર બાર એસોસિએશનના સભ્ય ગિરિરાજસિંહ કે. જાડેજા તાજેતરમાં તા. 19-11-2019ના રોજ સાંજે ફર્નિચરનો સામાન લેવા ગયેલ હોય ત્યારે કારચાલકે તેમના મોટરસાયકલને ઠોકર મારી સામાન્ય બોલાચાલી થતાં આઠ વ્યક્તિઓ દ્વારા ધોકા-લોખંડના પાઇપ વડે હુમલો કરેલ અને વકીલને ગંભીર ઈજાઓ પહોંચાડેલ. જે સંદર્ભે જામનગર બાર એસોસિએશન દ્વારા એસ.પી. સમક્ષ આવેદન પાઠવવામાં આવ્યું છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આઇપીસી કલમ 326નો ઉમેરો કરી આરોપી વિરૂદ્ધ યોગ્ય ઝડપી પગલાં ભરવા માંગણી કરાઇ છે.

the-lawyer-representing-the-sp-who-attacked-the-advocate-on-the-attack
the-lawyer-representing-the-sp-who-attacked-the-advocate-on-the-attack

આ તકે જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ એસ. સુવા, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ એન. ઝાલા, મંત્રી મનોજ ઝવેરી, મિલન કનખરા, ભાવિન ભોજાણી, બિમલભાઇ ચોટાઇ તથા કારોબારીના સભ્યો સહિતના એડવોકેટો જોડાયા હતાં.

Related posts

મસીતિયા ગામે પિતા-પુત્રોએ વૃદ્ધ પર હુમલો કરી માર માર્યો

Nawanagar Time

જામનગરમાં 500, દ્વારકામાં 627 પરવાનેદારોએ હથિયાર જમા કરાવ્યા

Nawanagar Time

જામનગરમાં રોડના કોન્ટ્રાકટ બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું

Nawanagar Time

Leave a Comment