Nawanagar Time
અમદાવાદ ગુજરાત જામનગર

અમદાવાદના એક્ષ્પોમાં જામનગર આયુર્વેદ યુની.ના કુલપતિ સહીતના અગ્રણીઓ જોડાયા.

the-leaders-of-jamnagar-ayurveda-university-including-the-chancellor-joined-the-expo-in-ahmedabad

આયુર્વેદનો સૌથી મોટો સેમીનાર અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયો હતો આરોગ્ય એક્ષ્પોમાં જામનગર આયુર્વેદ યુની.ના કુલપતિ વૈદ્ય ડો. સંજીવ ઓઝા, ડાયરેકટર ડોકટર અનુપ ઠાકર સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ આયુર્વેદ એક્ષ્પોમાં દુનિયાભરમાંથી આયુર્વેદના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત આયુર્વેદ યુની. જામનગર સહભાગીદાર હતી, કુલપતિ ડો. સંજીવ ઓઝાએ વૈશ્ર્વિક સ્વાસ્થ્ય વ્યવસાય વિશે વકતવ્ય રજુ કર્યુ હતું તથા આઇપીજીટી  એન્ડ આરએના નિયામક ડોકટર અનુપ ઠાકરે આયુર્વેદના અનુસંધાન વિષય પર માર્ગદર્શન આપ્યું હતું અને આ સેમીનારમાં સાઇન્ટીફીક કમીટીના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી, જામનગર યુની.ના 15થી વધુ અઘ્યાપકો એ પોતાના સંશોધન પેપરો રજુ કર્યા હતાં. 42 જેટલા સ્નાતકોતર શિક્ષાર્થીઓએ પણ વિવિધ વિષયો પર આયુર્વેદિક સારવાર વિશે અનુસંધાન પત્ર રજુ કર્યા હતાં. આ સેમીનારમાં બ્રાઝીલ, ફ્રાન્સ, રશીયા, સાઉથ આફ્રીકા, જાપાન, શ્રીલંકા જેવા દેશોના ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય જામનગર અને પીજી સેન્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતાં.

Related posts

રાજ્યના 128 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, અનેક ગામ-શહેરમાં જળબંબાકાર સ્થિતિ

Nawanagar Time

ખીલખીલાટ ભપ્પ..!,બાળકો માટે શરુ થયેલ એમ્બુલન્સ પલટી ખવાણી

Nawanagar Time

લાખોટા તળાવમાંથી એક મૃતદેહ મળ્યો

Nawanagar Time

Leave a Comment