Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના વિકાસમાં સિંધી સમાજનો સિંહફાળો

the-lioness-of-sindhi-society-in-jamnagars-development

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે ચેલા-ચંગા ગામ પાસે વસવાટ કરનાર સિંધી સમાજ હવે સમગ્ર પંથકમાં ફેલાઈ ગયો

જામનગર:-જામનગરના વિકાસમાં સિંધી સમાજનો ફાળો સરાહનીય રહ્યો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે ચેલા-ચંગામાં સ્થાયી થનારો સિંધી સમાજ હાલ સમગ્ર પંથકમાં પથરાઈ ગયો છે અને ક્ષેત્રના વિકાસમાં સિંહફાળો આપી રહ્યો છે.

71  જામનગરમાં સ્થાયી થયેલા સીંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનની 1069મી જન્મ જયંતી (ચેટીચાંદ)ની ઉજવણી તા.6ના રોજ શનિવારના રોજ કરાશે. જામનગરમાં વર્ષોથી સીંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

સિંધી સમાજના ઇતિહાસની વાત કરીએ તો 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે સીંધી સમાજ  જિલ્લામાં સ્થાયી થયો છે અને પહેલા તેઓ જામનગર તાલુકાના ચેલા-ચંગા ગામ પાસે વસવાટ કર્યો હતો. ત્યારે સીંધી સમાજની અંદાજે 5 હજાર જેટલી વસ્તી હતી. ધીમે ધીમે સીંધી સમાજ જામનગર શહેરમાં વેપાર-ધંધા માટે વસવાટ કરવા લાગ્યો હતો. તેઓ શહેરના દિગ્વીજય પ્લોટ-58 થી 64 વચ્ચે રેફયુજી કોલોની ઉભી થઇ હતી. જે  હાલ શહેરના તમામ વિસ્તારોમાં વસવાટ કરે છે. જેમાં નાનકપુરી, સાધના કોલોની વિસ્તારોમાં વધુ સીંધી સમાજ રહે છે. હાલ જામનગરમાં 26 હજારથી વધુ સીંધી સમાજ વસવાટ કરે છે. મોટાભાગના સમાજના લોકો વેપારના ધંધા સાથે જોડાયેલા છે. જામનગરમાં વસવાટ થયા બાદ સીંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતી (ચેટીચાંદ)ની ભવ્ય ઉજવણી  છે.

the-lioness-of-sindhi-society-in-jamnagars-development
the-lioness-of-sindhi-society-in-jamnagars-development
the-lioness-of-sindhi-society-in-jamnagars-development
the-lioness-of-sindhi-society-in-jamnagars-development

શહેરમાં વર્ષો જુનું ઝુલેલાલ ભગવાનનું જૂના રેલવે સ્ટેશન પાસે અને રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં મંદીરો આવેલા છે. જ્યાં ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતી નિમિતે અનેરો શણગાર કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમ સીંધી સમાજના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઇ ગંગાવાણી અને હાલના સેક્રેટરી હરીશભાઇ ગંનવાણીએ જણાવ્યું હતું.

ચેટીચાંદ નિમિત્તેે જનોઈ, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ નિમિતે સવારે 9 વાગ્યે સાધના કોલોનીથી મંદિર સુધી બાઇક રેલી, 10 વાગ્યે ઝુલેલાલ મંદિરે સમુહ યજ્ઞોપવિતની વિધી, 12 વાગ્યે મહાપ્રસાદ અને બપોરે 3 વાગ્યાથી નાનકપુરી ખાતેથી સીંધી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન ચેટીચાંદ ઉત્સવ સમિતિના પ્રમુખ ભગવાનદાસ ભોલાણી નેજા હેઠળ કરવામાં છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, સીંધી સમાજના પ્રમુખ ઓધવદાસ ભૂગડોમલ ઉપસ્થિત રહેશે.

બેટી બચાવો, બેટી પઢાવોના સૂત્રને સમાજ સાર્થક કરે છે: સિંધી સમાજના પ્રમુખ

જામનગરના સીંધી સમાજના પ્રમુખ ઉધવદાસ ભુગડોમલએ જણાવ્યું હતું કે સીંધી સમાજ હવે માત્ર વેપારી લાઇનમાં જ નથી. પરંતુ સરકારી નોકરીઓ પણ છે. જામનગરમાં સાતેક જેટલા જ ડોકટર છે. તો બીજી તરફ સીંધી સમાજની દિકરીઓનું ભણતર વઘ્યું છે. તાજેતરમાં સીંધી સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 282 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવતા તેમાં 170 જેટલી તો દિકરીઓ હતી. એટલે કે, હવે સીંધી સમાજ બેટી બચાવો, બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરી રહી રહી છે.

સિંધી સમાજ શાંતપ્રિય છે: ચેટીચાંદ સમિતિના સેક્રેટરી

જામનગર ચેટીચાંદ ઉત્સવ સમિતિના સેક્રેટરી હરીશભાઇ ગનવાણીએ જણાવ્યું હતું કે સીંધી સમાજ શાંત સમાજ છે અને મોટાભાગના લોકો વેપારી લાઇન સાથે સંકળાયેલા છે. જેથી તે માથાકુટ કે અન્ય કોઇ ઝગડાઓમાં પડતા નથી. તેઓ વેપાર પણ એવા કરે છે કે, જેમાં માથાકુટ ન હોય, સીંધી સમાજ એક થઇને રહે છે. સમાજના દરેક પ્રસંગમાં તેમજ ચેટીચાંદની ઉજવણી એક થઇને જોડાઇ છે.

Related posts

ભાણવડ પાસે કાર-બાઈક વચ્ચે ટક્કર,દંપતિનું મોત

Nawanagar Time

હાપામાં માલગાડીના વેગનો અને એન્જિનોનું મેન્ટેનન્સ વર્ક પૂરજોશમાં

Nawanagar Time

જામનગરમાં ‘યુવા સરકાર’માં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

Nawanagar Time

Leave a Comment