Nawanagar Time
ગુજરાત જામનગર

કોસ્મેટીક આઇટમના નામે જામનગર મોકલાતો દારૂ રાજકોટમાંથી ઝડપાયો

the-liquor-sent-to-jamnagar-in-the-name-of-a-cosmetic-item-was-taken-from-rajkot

રાજકોટ ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ ઉપરથી છકડા ચાલકને ઝડપી લેતાં ભેદ ખુલ્યો

જામનગર:-ત્યારે પોલીસને ચકમો આપવા આ વખતે જામનગર કોસ્મેટીક પાર્સલની આડમાં છકડો રિક્ષામાં લઈ જવાતો ઇંગ્લીશ દારૂનો જથ્થાને રાજકોટ પોલીસે ઝડપી લઈને બુટલેગરોનો આ કીમિયો પણ નિષ્ફળ બનાવ્યો છે. બુટલેગરો દ્વારા નીતનવા કીમિયા અજમાવીને ઇંગ્લિશ દારૂ સપ્લાય કરવા સામે પોલીસ પણ સાવચેત રહીને મોટાપાયે ગુજરાતમાં દારૂ પકડી રહી છે, તેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જામનગર રોડ પર એક છકડોરિક્ષાને અટકાવી રીક્ષાચાલક જીલુભાઈ ખાચર ની પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે કોસ્મેટિકના પાર્સલ છે અને મહારાષ્ટ્રથી આવ્યા છે. આ પાર્સલ લઈને પોતે જામનગર જઈ રહ્યો હોવાની વાત કરી હતી પરંતુ પોલીસને શંકા જતા પાર્સલ ખોલવામાં આવ્યા હતા અને પાર્સલમાંથી કોસ્મેટિક વસ્તુની જગ્યાએ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, રાજકોટ પોલીસે છકડા રીક્ષા માંથી 10 પેટી દારૂ અને 72 બીયરના ટીન મળીને 87 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જામનગરના કોઈ શખ્સે આ દારૂ મંગાવ્યો હોવાનું પૂછપરછના અંતે રિક્ષાચાલક જીલુભાઈ ખાચરે પોલીસને કબૂલાત આપી છે, ત્યારે જામનગર તરફ તપાસ લંબાવી હોવાનું જાણવા મળે છે.

Related posts

લાલપુર: તાલુકામાં જંતુનાશક દવાની વિપરીત અસરથી બે મોત

Nawanagar Time

સિક્કામાં રોડ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના પાપે વૃદ્ધાને ગંભીર ઇજા

Nawanagar Time

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસના કામોનું પરધોલાનું પીઢિયું પડ્યું-યાત્રીકોનો આબાદ બચાવ

Nawanagar Time

Leave a Comment