Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ગુંજીયા શિવ નાં નાદ, ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ..

the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar

હર હર મહાદેવના નારાથી વાતાવરણ શિવમય બન્યું: હિન્દુ ઉત્સવ સમિતિ, મહાદેવ હર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં રપ થી વધુ ફલોટ્સ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા

જામનગર:-જામનગરમાં સોમવારે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી યોજાયેલી આ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. શોભાયાત્રામાં તૈયાર કરવામાં આવેલા રપ થી વધુ ફલોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા  હર-હર મહાદેવના નાદ સાથે નીકળેલી શિવ શોભાયાત્રાથી વાતાવરણ શિવમય બન્યું હતું.

જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ ગઇકાલે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે આડત્રીસમી ભવ્ય શિવ શોભાયાત્રા નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બપોરે ચાર વાગ્યે પુરાણ  સિદ્ધધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, ચાંદી બજાર, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, પંચેશ્ર્વર ટાવર, નીલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે એક વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છિક સંસ્થા, સંગઠ્ઠનોના હોદે્દારો દ્વારા  થી પણ વધુ આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના દર્શન માટે શહેરમાં તમામ સ્થળે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી.

સિદ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ  આ સમયે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હુકભા), વિક્રમભાઇ માડમ, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમુર, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોષી, શહેર અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, શહેર ભાજપ મહામંત્રી – ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલ કગથરા, પ્રકાશ બાંભણિયા, શાસક પક્ષ નેતા દિવ્યેશ અકબરી, શિક્ષણ સમિતિ અધ્યક્ષ વસંત ગોરી, ઉપાધ્યક્ષ ચંદ્રવદન ત્રિવેદી, કોર્પોરેટર  મનિષ કટારિયા, જયેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ શહેર અધ્યક્ષ હિતેનભાઇ ભટ્ટ, ભાજપ અગ્રણી નિલેશ ટોલિયા, કોંગ્રેસ અગ્રણી રામશીભાઇ મારૂ, એ. કે. મહેતા, દિગુભા જાડેજા, લોહાણા અગ્રણી મિતેશભાઇ લાલ, રાજપૂત યુવા સંગઠ્ઠનના અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પૂજન અર્ચન કરીને પ્રારંભ કરાવ્યો હતો.

the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar

આ શિવ શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિર થઇ નાગનાથ  કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, ચાંદી બજાર, દરબાર ગઢ, બર્ધન ચોક, ગોવાળ ફળી, પંચેશ્ર્વર ટાવર, નિલકંઠ ચોક થઇ રાત્રિના એક વાગ્યે ભીડ ભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી. જયાં મહાઆરતી સાથે પૂજન-અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી આડત્રીસમી શિવ શોભાયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત  ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર-ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છોટીકાશીથી ઓળખાતા જામનગરમાં ગઇકાલે મહાશિવરાત્રી નિમિતે સવારથી જ શિવ મંદિરોમાં ભકતોની ભીડ  હતી. જુદા-જુદા વિસ્તારોમાં મંડળો, સંસ્થાઓ દ્વારા ફલોટસ તૈયાર કરાયા હતાં જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

જામનગરમાં ટાઉનહોલ નજીક આવેલા પ્રસિઘ્ધ ભીડભંજન મહાદેવ મંદિરમાં ગઇકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભોળાનાથના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સવારથી લોકો પૂજન, અર્ચન કરવા લોકોની ભીડ જામી હતી જ્યારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં  પર્વ નિમિતે ફલોટસ તૈયાર કરાયા હતાં. તેમાં હાટકેશ્ર્વરમાં રંગોળી તથા શહીદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરતા ફલોટસ તૈયાર કરાયા હતાં.

the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar
the-magnificent-shiva-shobhaayatra-took-place-in-jamnagar

આ ઉપરાંત ઓમ કારેશ્ર્વર, દુ:ખભંજન મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર, ત્રીશુલ મિત્ર મંડળ ખાદી ભંડાર, ગીરનારી ગ્રુપ, લોહાણા મહાજન વાડી, ભવાની મિત્ર મંડળ સહિત જુદા જુદા શિવગૃપ, મંડળો અને સંસ્થાઓ દ્વારા વિવિધ શણગાર  આવ્યા હતાં.

શહેરમાં આવેલા શિવ મંદિરોમાં પણ ભોળાનાથને વિવિધ આકર્ષક શણગાર કરવામાં આવ્યા હતાં. જે લોકોનું આકર્ષણ બન્યા હતાં. શહેરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના લાભ લેવા શિવભકતો ઉમટી પડયા હતા જ્યારે કેટલાક શિવમંદિરો દ્વારા ફરાળ પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

Related posts

રણજીતસાગર ડેમ પાસે ઘેટાં-બકરાના ભેદી મોત: ભેદી પ્રવૃત્તિઓની પ્રબળ આશંકા…

Nawanagar Time

જામનગરમાં પહેલાં થર્મલ ગનથી ચેકીંગ, સેનિટાઈઝેશન બાદ જ ઈદ મુબારક કરાયા

Nawanagar Time

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો પરત ખેંચવા લોક સરકારની માંગ

Nawanagar Time

Leave a Comment