Nawanagar Time
ગુજરાત જામનગર

મોટી ખાવડીમાં ગેસ પાઇપ નાખવામાં બેદરકારીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

the-matter-of-negligence-on-putting-a-gas-pipe-in-the-big-paddy-reached-the-high-court

પરવાનગી વગર ગેસની પાઇપ પાથરતી વખતે પાણીની લાઇન તૂટી જતાં દેકારો

જામનગર:-મોટી ખાવડી ગામે જમીનમાં ગેસની પાઇપ પાથરવામાં બેદરકારીના કારણે ઉભી થયેલી  મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

વિગતો મુજબ જામનગરની શ્રીકોલોનીમાં રહેતાં અમીત નાંઢાની પારિવારીક જમીન મોટી ખાવડી ખાતે આવેલ છે. આ જમીનમાં ગેસની કંપની દ્વારા પાઇપલાઇન પાથરવાનું કામ સહમતી વગર જ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમ્યાન સિક્કા ટીપીએસ પાણીની પાઇપ લાઇન તુટી ગઇ હતી. આ મામલે પોલીસમાં જાણ  આવી હતી.

બીજી તરફ સિક્કા ટીપીએસ પાઇપલાઇનના કર્મચારીઓ દ્વારા ભંગાણ મુદ્દે પંચનામુ કરવામાં આવ્યું હતું.

આ ગેરકાયદેસર પાઇપલાઇન મુદ્દે કલેકટરને તેમજ પ્રાંત અધિકારીને અરજી કરવામાં આવી હતી. મદદનીશ કલેકટર યોગેશભાઇ ચૌધરીએ આપેલા સુચન મુજબ આ મામલે હાઇકોર્ટમાં વકીલ વિવેક મથારા મારફતે કેસ કરવામાં આવ્યો છે.

અલબત, હાલ કોર્ટમાં રજાઓનો  હોવાથી આ બાબતનોે નિકાલ થોડા દિવસો બાદ થશે ત્યાંસુધી મોટી ખાવડીની જમીન સુરક્ષીત રહે તે માટે પોલીસ પ્રોટેકશન આપવા પડાણા પોલીસ સ્ટેશને રજૂઆત કરવામાં આવી છે.

Related posts

શહેરના છ ટ્રાફિક જંકશનોની 30 મીટરની ત્રિજ્યામાં વાહન પાર્ક કરવાની મનાઈ

Nawanagar Time

કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા બે ચોર ઝડપાયા, રીમાન્ડ મેળવવા તજવીજ

Nawanagar Time

જામનગરમાં લોકસેવક સ્વ. ભીખુભાઈ વાઘેલાના નામ સાથે માર્ગનું નામકરણ કરાશે

Nawanagar Time

Leave a Comment