Nawanagar Time
ગુજરાત જામનગર

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યના પત્નીનું જિલ્લાપંચાયતનું સભ્યપદ રદ્દ થશે

the-membership-of-the-district-panchayat

સામાન્ય સભામાં સતત ચાર વખત ગેરહાજર રહેતા પ્રમુખે ડીડીઓને જાણ કરી

જામનગર:-દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા એવા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયાના પત્ની સામે જિલ્લા પંચાયતના પ્રમુખે પંચાયત ધારા હેઠળ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.  ભાજપના સદસ્યા સતત ચાર વખત સામાન્ય સભામાં ગેર હાજર રહતા પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.  દેવભૂમિ દ્વારદેવભૂમિકા જિલ્લાનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. એ પછી સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચુંટણી હોય કે પછી વિધાનસભા કે લોકસભાની ચુંટણી હોય, ભાજપ કોંગ્રેસ દ્વારા રાજકીય સોગઠીઓ અને તર્કબધ દાવપેચ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહયા છે. તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોરીયા સામે પક્ષાંતર ધારા હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી ને લઇને તેઓએ ખુરશી ગુમાવી છે. આ  રાજકીય સમીકરણને માત્ર પખવાઠીયા જેટલો સમય થયો છે ત્યાં જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયાના પત્ની લીનાબેન કણઝારીયા સામે ગુજરાત પંચાયત અધિનયમ 1993ની જોગવાઇ મુજબ કલમ 86 હેઠળ સભ્યપદ રદ કરવાની માંગણી કરી છે. જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને  પત્ર પાઠવી સભ્યપદ પૂર્ણ કરવાની માંગ કરી છે. ખંભાળિયાના શકિતનગરની બેઠક પરથી ભાજપમાંથી ચુંટાયેલા લીનાબેન સામાન્ય સભામાં સતત ચાર વખત ગેરહાજર રહ્યાં હતાં. આ ગેરહાજર અંગે રજા રિપોર્ટ કે કોઇ કારણ પણ રજૂ કરવામાં ન આવ્યુ હતું જેને લઇને ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા તેઓનું સભ્યપદ કાયદાને અધિન રહી રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આગામી સમયમાં વિધિવત રીતે સદસ્યા લીનાબેનને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Related posts

જામનગર જિલ્લામાં મેઘતાંડવથી જળ સંચય અભિયાન નિષ્ફળ

Nawanagar Time

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ કોણ? ટૂંક સમયમાં જાહેરાત

Nawanagar Time

હાથલા ગામે શનિદેવની પૂજા કરતા શિક્ષણમંત્રી

Nawanagar Time

Leave a Comment