Nawanagar Time
ગુજરાત જામનગર

પવનચક્કી મામલે કલેકટરને પણ ઉઠાં ભણાવતો ખાણ-ખનિજ વિભાગ

the-miner-department-which-teaches-the-collector-to-the-windmill

સંકલન સમિતિની બેઠકમાં ભૂસ્તરશાસ્ત્રી ઉપર પસ્તાળ પડી: શું છ-છ મહિના સુધી તપાસ જ ચાલે છે?: કલેક્ટરનો અણિયારો સવાલ

જામનગર:-જામનગર જિલ્લામાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ ઉભી થઇ ગયેલી પવનચક્કી  જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભુસ્તર શાસ્ત્રી ઉપર પસ્તાળ પડી હતી. છ મહિના પૂર્વે વિન્ડફાર્મની જમીન મામલે ભુસ્તર શાસ્ત્રીને તપાસ સોપવા છતાં હજુ સુધી તપાસ પુરી ન થતાં કલેકટર લાલ ધુમ બન્યા હતાં. અને શું છ-છ મહિના સુધી તપાસ જ ચાલે તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.

જામનગર  વિન્ડફાર્મ હેતુઓ માટે ઉભી કરવામાં આવેલ પવનચક્કીઓ માટે જુદી-જુદી કંપનીઓને અપાયેલી મંજુરીની નકલ ઉપરથી સંબંધીત કંપનીઓએ પવનચક્કી સુધી આવવા-જવા માટે એપ્રોચ રોડ માટે રો-મટીરીયલ્સ અને રોયલ્ટી બાબતે પણ ખાણખનીજ વિભાગને ચકાસણી અહેવાલ મોકલવા જિલ્લા વહીવટીતંત્રએ ગ્રામ્ય ધારાસભ્યના પ્રશ્ર્નના સંદર્ભમાં જણાવ્યું હતું.

સૌ પ્રથમ તો ભુસ્તરશાસ્ત્રીએ એમ કહીને હાથ ઉંચા  દીધા હતા કે પવનચક્કી ઉભી કરવા કોઇ પ્રકારની અરજી આવેલ નથી બાદમાં તપાસ કરવાની ખાત્રી આપી હતી, પરંતુ તે ખાત્રીના છ-છ મહીના બાદ પણ સંકલનમાં કોઇ તપાસ અહેવાલ રજુ ન કરાતા ખોટા બહાના બનાવો છો તેવા આક્ષેપ પણ થયા હતાં.

Related posts

રાજ્યના 25 સનદી અધિકારીઓ વર્ષના અંત સુધીમાં થશે નિવૃત્ત

Nawanagar Time

વિભાપરમાં બાર શખ્સો વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ અંગે ગુન્હોે

Nawanagar Time

જામનગરમાં બીજા દિવસે’ય અંધારપટ્ટ: ટીસીમાં પાંચ કલાકમાં ભડકા

Nawanagar Time

Leave a Comment