Nawanagar Time
ગુજરાત જામનગર

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વચ્ચે શહેરમાં મીની ડમ્પીંગ પોઇન્ટ ખડકાયા

the-mini-dumping-point-stretched-in-the-city-between-door-to-door-garbage-collection

જામનગરમાં સ્વચ્છ ભારત મિશન અભિયાનના ધજાગરા : સરકારી કચેરીની બહાર જ કચરાના ગંજ

જામનગર:-જામનગર શહેરમાં સ્વચ્છ ભારત મીશનની ધજીયા ઉડાળી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવતું હોવા છતાં શહેરી વચ્ચો વચ્ચ  મીની ડમ્પીંગ પોઇન્ટ ખડકી દેવામાં આવ્યા છે. જેના કારણે જામનગર શહેરની સુંદરતાને દાગ લાગી રહયો છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાર્થક બનાવવા જામનગરના શાસકોએ અભિયાન શરૂ કરી દીધું છે, ત્યારે આ અભિયાન માત્ર કાગળો પર જ રહેતું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં તો ગંદકી અને  ગંજ મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ હવે તો કચરાના ગંજ સરકારી કચેરીઓના બહાર પણ જોવા મળતા સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઊડ્યાં છે.

જામનગર શહેરના વિકટોરિયા પુલ નજીક આવેલ જિલ્લા સેવા સદન-4 બહાર રસ્તા પર જ મોટા પ્રમાણમા કચરાનો ગંજ એકત્રિત કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. મુખ્ય રસ્તા  જ પસાર થતી વખતે ગંદકી અને કચરો હોવાને લીધે સરકારી બાબુઓ સહિત કચેરીમાં આવતા અરજદારો અને આસપાસના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પરિણામે મચ્છરજન્ય રોગો થવાની શક્યતાને લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો ઉપાડવા આવતી ગાડીઓ આ વિસ્તારમાં આવે છે છતાં અહી કચરો  નાખી જાય છે ? તે સવાલ ઊભો થયો છે. સરકારી કચેરી બહાર ઠાલવવામાં આવતા કચરાને લઈને શાસકોએ ગંભીરતા લઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. અવાર નવાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં અને સ્થાનિક કોર્પોરેટરની બેદરકારીને લીધે કચરાનું મિનિ ડમ્પિંગ પોઈન્ટ બની ગયાનું સ્થાનિકોના આક્ષેપ  હવે સ્વચ્છ ભારત મિશન અભિયાનને સાર્થક બનાવવા શાસકોએ આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટની મનાઇ હોવા છતાં મહાનગરપાલિકાના સત્તાધિશો દ્વારા શહેરમાં હજુ પણ કચરા પેટીનું દુષણ દુર કરાયું નથી. અને મુખ્ય રાજમાર્ગો પર ખદબદતી ગંદકી મહાનગરપાલિકાના અધિકારી-પદાધિકારીઓના સ્વચ્છતા પ્રત્યેના અભિગમના દર્શન કરાવી રહી છે.

Related posts

જામનગરમાં થર્ટી ફર્સ્ટના બંદોબસ્તમાં 545 પોલીસ જવાનો રહ્યા ખડેપગે

Nawanagar Time

ઊંડ-2 ડેમનું પાણી દરિયામાં વહાવી દેવાતાં ખેડૂતોમાં રોષ

Nawanagar Time

લીલા-લહેર- ડ્રાઈવરને ફાયર ઑફિસનો ચાર્જ સોંપી દેવાયો

Nawanagar Time

Leave a Comment