Nawanagar Time
જામનગર

હાય રે… ઠંડી… જામનગરમાં ઠંડીનું જોર યથાવતઃ લઘુત્તમ ૧૨.૬ ડિગ્રી

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં ૨.૬ ડિગ્રીનો વધારો થયો છે. આમ છતાં પણ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો દૌર ચાલી રહ્યો છે. જામનગરમાં ગત તા.ર૬-૧ર-૧૮ના રોજ તાપમાનનો પારો ૨.૮ ડિગ્રી જેટલો ગગડીને ૧૦ ડિગ્રીએ પહોંચી જતાં નગરજનોએ ભારે ઠંડીનો સામનો કરવો પડયો હતો.

જામનગરમાં તાપમાનનો પારો છેલ્લા ચોવીસ કલાકમાં ૨.૬ ડિગ્રી જેટલો ઉંચકાયો હતો, પરંતુ તાપમાન ૧૩ ડિગ્રીથી પણ ઓછું રહેતા ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.

હવામાન ખાતાની આગાહીમાં જણાવાયું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી જામનગર સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તેમજ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.

જામાનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને નગરસીમ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સમીસાંજથી સવારે ૯ વાગ્યા સુધી ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડા, તાપણા તથા કાવા જેવા ગરમ પીણાનો સહારો લીધો હતો.

આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન જામનગરમાં લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પપ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિકલાકની પ.૬ કિ.મી.ની રહેવા પામી હતી.

Related posts

ઉકેલ વગરની સમસ્યાઓમાં ઘેરાયેલું જામજોધપુર ‘નગર’. ઉકેલ કરવો નથી કે થતુ નથી એ તમે વિચારો…!

Nawanagar Time

ધ્રોલના લતીપુરમાં બારેમેઘ ખાંગા, સમગ્ર ગામ સંપર્ક વિહોણું

Nawanagar Time

કેસર કેરી ‘ખાટી’ લાગશે: પાકમાં 30 ટકાનો ઘટાડો

Nawanagar Time

Leave a Comment