Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ઠંડીનું પ્રમાણ યથાવતઃ લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી

the-minimum-temperature-in-jamnagar-was-recorded-at-9-8-degrees-celsius

જામનગર તા. ૩ઃ જામનગરમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. તાપમાન ૧૦ ડિગ્રીથી પણ ઓછું થઈ જતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતાં. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડમાં હિમવર્ષાનો દોર યથાવત રહ્યો છે. ત્યારે હિમાલય પરથી વાતા ટાઢા હિમ જેવા પવનોએ ગુજરાતનું રૃખ કરતા રાજ્યમાં તાપમાનનો પારો બે દિવસથી ૧૦ ડિગ્રીની અંદર રહ્યો છે. ઉત્તરભારતમાં ત્રણ દિવસમાં ભારે હિમવર્ષાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ વધુ ઠંડી પડે તેવી સંભાવના સહેવાઈ રહી છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલી ઠંડીના પગલે લોકો ધ્રુજી ઉઠ્યા હતાં. ઉત્તરભારતના ઠંડા પવનો અને ભેજમાં થયેલા વધારાના પગલે જામનગરમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. ગત તા. ૩૦-૧૨-૧૯ના ભેજનું પ્રમાણ ૪૧ ટકા હતું. જે ૪૫ ટકાના વધારા સાથે ૮૬ ટકા થઈ ગયું છે. જેના પગલે હાઈવે પર ધુમ્મસનું પ્રમાણ વધી જતા પહેલી સવારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકની ૧૦થી ૧૫ કિમીની રહેવા પામી હતી.

Related posts

ગુલાબનગર નજીક ગેરકાયદે કોરોના વાયરસનું ડમ્પિંગ!

Nawanagar Time

ધ્રોલમાં કચરામાંથી પ્લાસ્ટિકની થેલીઓ વીણીને દોરી-સાવરણી બનાવવા અભિયાન

Nawanagar Time

દ્વારકા મંદિરમાં 100થી વધુ ભાવિકોના લાખોના ઘરેણાં અને રોકડની ચીલઝડપ

Nawanagar Time

Leave a Comment