Nawanagar Time
જામનગર શહેર

જામનગરમાં લઘુતમ તાપમાન ઊંચકાયું, વાતાવરણ ઠંડુગાર…

સતત ત્રીજા દિવસે સૂસવાટા મારતા પવનથી છવાયું ટાઢોડું

જામનગરમાં ગત શનિવારથી શરૂ થયેલી કડકડતી ઠંડીનો દૌર સોમવારે પણ મહદઅંશે યથાવત રહયો હતો.લઘુતમ તાપમાનનો પારો સોમવારે સતત બીજા દિવસે પણ વધુ બે ડીગ્રી ઉંચકાયો હતો અને 14.2 ડીગ્રીએ પહોચ્યો હતો.જોકે,શહેરમાં સતત સુસવાટા મારતા બર્ફિલા પવનના કારણે વાતાવરણ ઠંડુગાર જ રહ્યુ હતુ.

જામનગરમાં શનિવારે ચાલુ સિઝનમાં સૌ પ્રથમ વખત રાત્રીનુ તાપમાન નીચે સરકીને સીંગલ ડીઝીટમાં પહોચી જતા લોકોએ હાડ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જામનગરમાં સોમવારે લઘુતમ તાપમાનનો પારો વધુ બે ડીગ્રી ઉંચકાયો હતો અને 14.2 ડીગ્રીએ પહોચતા ઠંડીના જોરમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.જોકે, રવિવાર બાદ સોમવારે પણ ઠંડીના પ્રમાણમાં ઘટાડા છતા તિવ્ર ગતિથી પવન ફુંકાતા વાતાવરણ મોટા ભાગે ટાઢુબોળ રહયુ હતુ.છેલ્લા ત્રણ દિવસથી ભારે પવનના કારણે દિવસ દરમ્યાન પણ વાતાવરણ ઠંડુગાર રહેતુ હોવાનો અહેસાસ જનજીવન કરી રહયુ છે. જામનગરમાં સોમવારે લધુતમ તાપમાન 14.2 ડીગ્રી અને મહતમ તાપમાન 22.6 ડીગ્રી નોંધાયુ હતુ.

Related posts

આ જિલ્લામાં બે વર્ષથી એક પણ સામુહિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી નહીં

Nawanagar Time

હવે LED લાઈટ માટે ઉગ્ર આંદોલન, વિપક્ષ નેતાએ લખ્યો કમિશનરને પત્ર

Nawanagar Time

ઉદ્યોગનગરમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ

Nawanagar Time

Leave a Comment